રાજકોટ, તા.27
રાજકોટ શહેરના ચાર વોર્ડના જુદા જુદા વિસ્તારના હજારો રહેવાસીઓને આજરોજ ભર ઉનાળે તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. આ અંગેની રાજકોટ મનપાના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ વોર્ડ નં. 7,13,14 અને 17માં સાત કલાક જેટલું પાણી વિતરણ મોડુ થવા પામ્યું હતું જેના કારણે હજારો રહેવાસીઓમાં દેકારો મચી જવા પામ્યો હતો.
મહાનગર પાલિકાના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ભાદરથી રાજકોટ આવતી પાણી વિતરણની મુખ્ય લાઇનમાં આજરોજ રીબડા નજીક આવેલ શેમળા પાસે મેઇન વાલ્વમાં ક્ષતિ સર્જાઇ હતી જેના કારણે ઉપરોક્ત ચાર વોર્ડમાં પાણી વિતરણ મોડુ થવા પામ્યું હતું.
મહાનગર પાલિકા દ્વારા તાત્કાલીક અસરે આ મેઇન લાઇનના વાલ્વનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવેલ છે અને સંભવત: બપોર બાદ આ રીપેરીંગ પૂર્ણ થશે આથી આજરોજ ઉપરોક્ત ચાર વોર્ડમાં પાણી વિતરણ સાત કલાક જેટલું મોડુ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy