ઉનાનાં સોંદરડી ગામે ભરઉનાળે પાણીની સમસ્યા હલ કરવા સરપંચે સ્વખર્ચે પાઇપ લાઇન રીપેર કરાવી

Local | Veraval | 29 April, 2024 | 11:08 AM
ગ્રામ પંચાયત પર બોજ ન પડે તે માટે પટ્ટાવાળાની પણ ફરજ બજાવી
સાંજ સમાચાર

ઉના, તા.29
રાજકારણને સેવાનું માધ્યમ બનાવી પ્રજા નો પ્રેમ મેળવતાં માનવી ભાગ્યેજ જોવા મળે છે ઊના થી 20 કીમી દૂર આવેલ ટીંબી હાઈવે નજીક  સોદરડી ગામે અંદાજી બાર સો ની વસ્તી ધરાવતા સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલ  ક્ષત્રિય સમાજ ની વસ્તી ધરાવતાં સોદરડી ગામે ત્રણ સો જેટલા ક્ષત્રીય, પંચોળી અને અનુસુચિત સમાજના નાં ધર આવેલા છે સરપંચ પદે સામાન્ય ગરીબ વર્ગના હામભાઈ જશુભાઇ ગોહિલ ચુંટાઈ આવ્યા બાદ પ્રથમ ગામ ની પાણી ની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને નાના એવાં ગામ માં પંચાયત નાં પાણી નાં કુવા સાથે ભુગર્ભ જળ ટાંકો અને સંપ બનાવીને દરેક ધરને વાસ્મો યોજના અંતર્ગત સમાવેશ કરી ધરે ધરે પાણી નળ પાઈપલાઈન મારફતે નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી હતી.

 સરપંચ દ્વારા સરકાર ની અંલગ અંલગ બે યોજના હેઠળ બાર સો ની વસ્તી ને તેમજ માલઢોર ને પાણી દરરોજ મળી રહે તેવું સુંદર આયોજન કર્યું છે. સરપંચ હામભાઈ જશુભાઇ ગોહિલ પોતે તેનાં ખેતિ વાડી કરતાં પુત્ર જીગ્નેશભાઈ ની મદદથી છ જોન હેઠળ વહેંચાયેલી પાણી વ્યવસ્થાનું સંચાલન કરે છે પોતે જાતે વાલ ખોલવા ધરે ધરે પાણી વિતરણ કર્યા પછી પહોંચ્યું છે કે નહીં તેની તપાસ કરવી પાણી વયથત જતું નથી તેનું નિરિક્ષણ કરવું એ ઊપરાંત પાણી ની પાઈપલાઈન તુટી હોય કે કુવા ની મોટર કે વાલ ખરાબ થયાં હોયતો કોઈ પણ જાત નો ચાર્જ પંચાયત ખાતે ઊધારયા વગર પોતે રીપેરીંગ કરી નાખે છે
સરપંચ હામભાઈ ગોહિલ કહેછે કે અમારૂ ગામ નાનું છે.

પંચાયત ની આર્થિક આવક સામાન્ય હોય અને પંચાયત માં પટ્ટા વાળા ને પગાર પણ આપી શકાય તેવી સ્થિતિ નહીં હોવાથી પ્રજા પર ભાર ન પડે તેવા હેતુસર પટ્ટા વાળા  કે પાણી પુરવઠા વિભાગ માં પાણી વિતરણ કરવા માણસ રાખ્યા નથી!!  સરપંચ તરીકે હું અને મારો પુત્ર જાતે પાણી વિતરણ અને રીપેરીંગ કામ કરી સેવાકીય પ્રવૃત્તિ કરીને પંચાયત ને આર્થિક બોજ ન પડે તેની ચોકસાઈ પૂર્વક કાળજી રાખીએ છીએ. ગામનાં વયોવૃદ્ધ અગ્રણી બાલુભાઈ દાસાભાઈ ગોહિલ એ પણ સરપંચ ની સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવી છે. 

સોદરડી ગામનાં તલાટી મંત્રી જશુભાઇ ગોહિલ એ સરપંચ ની કામગીરી ને બિરદાવતાં જણાવ્યું હતું કે ધરે ધરે પાણી વિતરણ કરવું અને વર્ષ દરમિયાન પાણી ની તુટતી પાઈપલાઈન ને રીપેરીંગ કામ કરવું તેમજ ઈલેક્ટ્રીક મોટર સ્ટાર્ટર વાયરો મા થતાં ફોર્ડ પાછળ નાણાંકિય ખર્ચ પંચાયત ને થતાં હોય છે પરંતુ સોદરડી ગ્રામપંચાયત ને આવા મોટાં આર્થિક ખર્ચ થી સરપંચ જાતે કામગીરી કરીને બચાવે છે આજ નાં સમયે આવું ભાગ્યેજ જોવા મળે છે સરપંચ ની સેવાકિય સંસ્થાઓ પ્રત્યે ની લાગણી ગ્રામજનો માટે આર્શીવાદ સમાન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj