(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
લીંબડી તાલુકાના શિયાણી ગામે ભાજપની સભા નું એક આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધના નારા લગાવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ શિયાણી ગામ હાલના વઢવાણના ધારાસભ્ય ત્યાંના વતની છે અને ત્યાં પણ ભાજપનો વિરોધ થયો છે ત્યારે ભાજપમાં પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
લીંબડી તાલુકાના શિયાણી ગામે ભાજપની સભા યોજાઈ હતી. સભામાં શિયાણી ગામના ક્ષત્રિયોએ રૂપાલાના વિરોધના નારા લગાવ્યા હતા. જેને લઈ સભામાં વિક્ષેપ પડ્યો હતો. લોકસભાના ઉમેદવાર અને ધારાસભ્યે સભા સંકેલી ચાલતી પકડી હતી.
લીંબડી તાલુકાના શિયાણી ગામે શનિવારે રાતે ભાજપ દ્વારા સભાનું આયોજન કરાયું હતું. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સભામાં ચંદુભાઈ શિહોરા ભાજપે કરેલા કામો અને સરકારી યોજનાઓ દ્વારા લોકોને મળતા લાભોની ચર્ચા કરી રહ્યા હતા.
ત્યારે જ 15થી વધુ ક્ષત્રિય રૂપાલાનો વિરોધ કરતાં સભામાં ધસી આવ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ 5થી વધુ મિનિટ સુધી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ વિરોધ કરી રહેલા ક્ષત્રિયોને સભાથી દૂર લઈ ગયા હતા. સભાનું વાતાવરણ ડહોળાતા ચંદુભાઈ શિહોરા, પી.કે.પરમારે સભા પૂર્ણ કરી ચાલતી પકડી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy