જુનાગઢ તા.23
આરટીઓ કચેરીમાં પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન હરરાજીમાં 1111 (ચાર એકડા) લેવા માટે સુરેન્દ્રનગર પંથકના યુવાને 9.70 લાખની બોલી લગાવી પોતાની કાર માટે રજીસ્ટર કરવામાં આવ્યો છે.
જુનાગઢ આરટીઓ દ્વારા યોજાયેલ ઓનલાઈન હરરાજીમાં સુરેન્દ્રનગર પંથકના ચોટીલા હાઈવે પર હોટલ ધરાવતા રવિરાજ પટગીર નામના યુવાને પોતાની ફોર્ચ્યુન કાર માટે જીજે 11 સીકયુ 1111 નંબર માટે રૂા.9.70 લાખ ઓનલાઈન બોલી લગાવી નંબર મેળવ્યો હતો .
જે જુનાગઢ આરટીઓમાં આ પ્રથમ ઘટના રેકર્ડબ્રેક રકમની બોલી બોલાઈ હતી. જીજે 11 સીકયુ સીરીઝમાં જ 0111 નંબર માટે 6.12 લાખ અને 0001 નંબર માટે 5.51 લાખની ઓનલાઈન બોલી લગાવાઈ હતી. આરટીઓ અધિકારી એ.પી. પંચાલના જણાવ્યા મુજબ આ પ્રકારના ગોલ્ડ નંબર મેળવવા માટે રૂા.40 હજારથી બોલી શરૂ થાય છે. આજ સુધીના ઈતિહાસમાં આટલી ઉંચી રકમનું રજીસ્ટ્રેશન પ્રથમ વખત ઘટના ઘટવા પામી છે. રકમ બોલ્યા બાદ રકમ ન ભરવામાં આવે તો એ પસંદગી નંબરનું રિઓકશન એટલે ફરીથી હરરાજી કરવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy