કોંગ્રેસ સાથે છેડો ફાડનાર વરિષ્ઠ નેતાનો રાહુલ પર કટાક્ષ

રાહુલ કોંગ્રેસના વિસર્જનનું મહાત્મા ગાંધીનું સપનુ પુરું કરશે!: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

India | 23 May, 2024 | 02:55 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.23
એક સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્યારબાદ કોંગ્રેસનો છેડો ફાડનાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ ‘મહાપુરુષ’ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે મહાત્મા ગાંધીજીનો હવાલો આપીને કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સપનું જોયું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઇએ. જે કામ ભાજપ પણ ન કરી શકી તે કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે.

પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે માત્ર હું જ નહીં દેશના કરોડો કોંગ્રેસ કાર્યકર્તા એ વાતથી વાકેફ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. 4 જૂન બાદ કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી સીટ જીતનારી પાર્ટી બનશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj