આશુતોષ એસએકેડમીના ઉપક્રમે

તા.2જીના બોટાદ ખાતે ઓપન ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન

Gujarat | Botad | 22 May, 2024 | 11:45 AM
સાંજ સમાચાર

બોટાદ,તા.22
આશુતોષ ચેસ એકેડમી-બોટાદ (જૈમિન પંડયા) દ્વારા આગામી દિનાંંક-2/6/24 ને રવિવારના દિવસે બોટાદ બ્રહ્મસમાજની વાડીનાં ઉપરનાં એ.સી. હોલમાં ઓપન ગુજરાત ચેસ સ્પર્ધાનું ભવ્ય આયોજન રાખેલ છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બુધ્ધિજીવીઓ આવવાના છે.

આ વખતે કુલ 16,400/- નાં (15) રોકડ પુરસ્કારો તથા (33) ટ્રોફીઓ તેમજ (52) મેડલ્સ આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવાના છે. એન્ટ્રી નોંધાવવાનો છેલ્લો દિવસ 30/5/24 રહેશે. બોટાદનાં આંગણે સૌ પ્રથમવાર એકસાથે કુુલ ચાર વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં અંડર 7 થી 17 વર્ષનાં છોકરાઓ, અંડર 7 થી 17 વર્ષની છોકરીઓ, બહેનો તથા ઓપન એઈજ ગૃપ એમ ચાર સ્પર્ધાઓ અલગ-અલગ રમાશે. તો આવો અને આ સ્પર્ધામાં સહભાગી બનો. સ્પર્ધા અંગેની વધુ માહિતી માટે આયોજક/ચેસ કોચ જૈમિનભાઈ પંડયાનો સંપર્ક (7016745669) કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj