કોલંબિયાના વિશ્વ વિદ્યાલયના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં પણ દર આઠ પ્રસૂતા મહિલામાંથી એક સાથે થાય છે દુર્વ્યવહાર

India, World, Woman | 09 April, 2024 | 03:22 PM
એક બાજુ પ્રસવની વેદના અને બીજી બાજુ ચિકિત્સકો દ્વારા અપમાનભર્યું વર્તન પ્રસૂતાએ સહન કરવું પડતું હોય છે
સાંજ સમાચાર

ન્યુયોર્ક (અમેરિકા) તા.9
કોઈપણ મહિલા માટે મા બનવું સુખદ અનુભવ છે પણ કેટલીક મહિલાઓ માટે આ અનુભવ નિરાશાજનક પણ બની શકે છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પ્રસવ દરમિયાન દર આઠમાંથી એક મહિલા લેબરરૂમ વાયોલન્સ એટલે કે મહિલા સાથે પ્રસૂતિ વખતે દુર્વ્યવહાર કરવામાં આવતો હોય છે, અપમાનીત કરવામાં આવતી હોય છે. કોલંબિયા વિશ્ર્વ વિદ્યાલયમાં થયેલા અભ્યાસમાં આ તથ્ય બહાર આવ્યું છે.

મેડીકલ જર્નલમાં પ્રકાશિત અધ્યયન અનુસાર 2020માં પહેલીવાર મા બનનારી 13.4 ટકા અર્થાત દર આઠમાંથી એક મહિલાએ કહ્યું હતું કે પ્રસવ વખતે અપમાનભર્યા વ્યવહારનો સામનો કરવો પડે છે. આમાં સૌથી સામાન્ય ફરિયાદો પ્રસવની પીડા વખતે ડોકટરો દ્વારા પ્રસૂતાની તકલીફ પ્રત્યે ધ્યાન ન દેવું, પ્રસૂતાનો મદદ માટે અનુરોધ છતાં તેની વાત ન સાંભળવી, કે સમય પર જવાબ ન આપવો સામેલ છે.

4.1 ટકા પ્રસૂતા મહિલાઓનું કહેવું છેકે, પ્રસવ દરમિયાન ચિકિત્સકો તેના પર ચીસો પાડતા હોય છે અને તતડાવતા હોય છે. 2.3 ટકા પ્રસૂતા મહિલાઓએ કહ્યું હતું કે, ચિકિત્સકોએ તેમને ઉપચાર રોકી દેવાની ધમકી આપી હતી. આ અભ્યાસ પ્રથમવાર મા બનેલી 4598 મહિલાઓ પર કરવામાં આવ્યો હતો.

જાણો શું છે લેબરરૂમ વાયોલન્સ?:
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલા સાથે બાળકની ડીલીવરી દરમિયાન લેબરરૂમમાં દુર્વ્યવહાર- લેબર રૂમ વાયોલન્સ (એલઆરવી) કહેવાય છે. લેબર રૂમમાં જિંદગી અને મોત સાથે લડતી દરેક ઉત્પીડનનો શિકાર થાય છે.

સૌથી વધુ અવિવાહિતને સાંભળવા પડે છે મેણા
દુર્વ્યવહારનો શિકાર સૌથી અવિવાહિત મહિલાઓ બને છે. પ્રસવ વખતે તેને મેણાં સાંભળવા પડે છે. આ ઉપરાંત મેડીકલ વીમા પર પ્રસવ, સ્થુળતાની શિકાર અને ડિર્સ્ટલ્ડ મહિલાઓને વધુ દુર્વ્યવહાર સહન કરવો પડયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj