નવી દિલ્હી,તા.23
આ વખતે લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી છે. ચૂંટણી અધિકારો સાથે જોડાયેલા વિષયો પર કામ કરતી એક સંસ્થાએ પોતાના વિશ્લેષણમાં આ જાણકારી શેર કરી છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર તેમણે 8337 ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું હતું જેમાં મહિલાઓ માત્ર 797 છે, જે ચૂંટણીના 7 ચરણોમાં મેદાનમાં ઉતરેલા કુલ ઉમેદવારોના માત્ર 9.5 ટકા છે. લોકસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ સીટ અનામત કરનાર મહિલા અનામત બિલ પસાર થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે.
જો કે વિધેયક હજુ લાગુ નથી. પ્રો. સુશીલા રામાસ્વામીએ એ વાત પર જોર આપ્યું છે કે, પક્ષોએ મહિલાઓની ઉમેદવારીને પ્રોત્સાહન આપવા માટે મજબૂત પગલા ઉઠાવવા જોઈએ, રાજનીતિક દળોએ વધુ સક્રીય થવું જોઈતું હતું અને વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતરવી જોઈતી હતી.
લોકસભા 2024માં વિવિધ ચરણોમાં મહિલા ઉમેદવારોની સંખ્યા
► પહેલા ચરણમાં ચૂંટણી દરમિયાન 1618 ઉમેદવારોમાંથી માત્ર 135 મહિલાઓ હતી.
► બીજા ચરણમાં ભાગ લેનારા 119 ઉમેદવારોમાંથી 100થી વધુ મહિલાઓ હતી.
► ત્રીજા ચરણમાં 1352 ઉમેદવારો હતા, જેમાં મહિલાઓની સંખ્યા માત્ર 123 હતી.
► ચોથા ચરણમાં 1717 ઉમેદવારોમાંથી 170 મહિલાઓ હતી.
► પાંચમા ચરણમાં સૌથી ઓછા 695 ઉમેદવારો હતા, જેમાં 82 મહિલાઓ હતી.
► છઠ્ઠા ચરણમાં 869 ઉમેદવારોમાંથી 92 મહિલાઓ છે.
► સાતમા ચરણ માટે 904 ઉમેદવારોમાં 95 મહિલાઓ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy