લીગલ સેલની બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ: વકીલોએ ફરજિયાત મતદાન કરવા શપથ લીધા

Saurashtra | Rajkot | 27 April, 2024 | 03:54 PM
આવતીકાલે પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર લેડી એડવોકેટની બે ટીમો વચ્ચે મેચ રમાશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.24
લોકસભાની ચૂંટણીનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે યુવા, મહીલા મતદારોમાં જાગૃતી આવે અને મતદારો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે અને મારો મત ભારતના નિર્માણ ને મત એવા હેતુ સૌ જંગી મતદાન કરે અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરે તેવા હેતુથી શહેર ભાજપ લીગલ સેલના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા લીગલ સેલ સહાયક ટીમ દ્વારા યુવા એડવોકેટો માટે નવીનતમ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઈકાલે પ્રારંભ થયો.

આવતીકાલે પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર લેડી એડવોકેટની બે ટીમો વચ્ચે મેચ રમાશે. આ તકે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર વકીલોએ ફરજિયાત મતદાન કરવા શપથ લીધા હતા. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો છે.

રવિવારે સેમીફાઈનલ તથા ફાઈનલ મેચ રમાશે. આ તકે શહેર ભાજપ લીગલ સેલના કન્વીનર પિયુયુષભાઈ શાહ, સહકન્વીનર કમલેશભાઈ ડોડીયા તથા ધર્મેશ સખીયા, વિમલ ડાંગર, જયસુખ બારોટ, રાકેશ ગોસ્વામી, વિરેન વ્યાસ, શૈલેષ વ્યાસ અને નેહા જોષી સમગ્ર કોર કમીટી દ્વારા અપીલ સહ નિમંત્રણ પાઠવેલ છે.

ટુર્નામેન્ટ પ્રારંભની તકે બાર ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર આર. ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહુલ મેહતા, કારોબારી સભ્યો અજય ચૌહાણ, નિકુંજ શુક્લા, પિયુષ સખિયા, પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પ્રદેશ લીગલ સેલ કારોબારી સભ્ય અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર કિશોરભાઈ સખીયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર સુમિત વોરા, ક્લેઈમ બાર પ્રમુખ અજયભાઈ જોશી, ઉપરાંત વકીલ અગ્રણીઓ અંશભાઈ ભારદ્વાજ, સી.એચ. પટેલ, અશ્વિનભાઈ શેખલીયા, મહેશભાઈ સખીયા, મનિષભાઈ ખખ્ખર, સંજયભાઈ વ્યાસ, અશ્વિનભાઈ મહાલિયા, રક્ષિતભાઈ કલોલા, મુકેશભાઈ પીપળીયા, આબીદભાઈ સોસન, પ્રશાંતભાઈ પટેલ, તરુણભાઈ માથુર, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, ઇન્દુભા ઝાલા, પરેશભાઈ મારુ, વિશાલભાઈ ગોસાઈ, હેમાંશુભાઈ પારેખ, હિરેનભાઈ શેઠ, જતીનભાઈ ગઢીયા, પારસભાઈ શેઠ, જીજ્ઞેશભાઈ જોશી, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઈ જાની, નરેન્દ્રભાઈ બુશા, દીપભાઈ વ્યાસ, ભાજપ યુવા લીગલ સહાયક સેલના કન્વીનર અભિષેક શુકલ, સહકન્વીનર સાગર હપાણી, પાર્થરાજસિંહ ઝાલા, નીશાંત જોષી, કીશન રાજાણી, રવી ધ્રુવ હીમાલય મીઠાણી, હીત અવલાણી, મીત સોમૈયા, આનંદ રાધનપુરા, જીતેશ રાઠોડ, ભૂમિકા પટેલ, હેમલ ગોહેલ, ચેતન ચોવટીયા, પ્રતીક વ્યાસ, રીતીન મેંદપરા, કેવલ પુરોહીત, રવી લાલ, કરણ ગઢવી, રાહુલ મકવાણા, ભાર્ગવ બોડા, મીલન મેનોરા, પ્રદીપ પરમાર, અજયસિંહ ચુડાસમા, પ્રશાંત રૂપારેલીયા, હુશેન હેરંજા, અલય ખખ્ખર, મૌલીક જોષી, સ્મીત પારેખ, ભાર્ગવ પંડયા, રમાબેન ગુપ્તા,ચાંદની પુજારા, ભાજપ લીગલ સેલ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ રવિરાજસિંહ રાઠોડ, મનન ભીમાણી, નીરવ રામાણી, ઈશાન ભટ્ટ, રૂષી જોશી, પુનમ પટેલ, ધર્મિષ્ઠાબા ઝાલા તુષાર બસલાણી, કૌશિક ખરચલિયા, અલ્કા પંડયા, પુનમ અગોલા, નિલ શુક્લ, કૃણાલ દવે વગેરેએ હાજર રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj