ઝાલાવાડમાં ક્ષત્રિય સમાજ અને પરસોતમ રૂપાલાનો વિવાદ થાળે પડતો જણાયો....!

Local | Surendaranagar | 29 April, 2024 | 01:10 PM
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણાના ફાર્મહાઉસ પર સમસ્ત રાજપુત સમાજનું સ્નેહમિલન યોજાયું
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લીંબડી અને ચુડા તાલુકા ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવા વર્ગ હાજર રહેવું છે કે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હીતેન્દ્રસિંહ ચૌહાણ ની આગેવાની ક્ષત્રિય સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો હાજર રહ્યા છે..

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં યોજાયેલા આપને મિલન કાર્યક્રમમાં પરસોતમ રૂપાલા નો વિરોધ છે તે થાળે પડતા જતા હોય તે પ્રકારે નજરે પડ્યો છે કે સમગ્ર લીંબડી તેમજ ચુડા પંથકમાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકો અને ક્ષત્રિય સમાજના યુવકોએ પણ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી છે.ત્યારે ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ ઉપસ્થિત સૌ ક્ષત્રિય સમાજના લોકો નો આભાર માન્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પરસોતમ રૂપાલા નો વિરોધ ચાલી રહ્યો છે જેને લઈને ભાજપ તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકો અને આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને મોટી સંખ્યા માટે જોડાયા હોય તે પ્રકારના સ્નેહમિલન કાર્યક્રમમાં દ્રશ્યો ઊભા થયા હતા.

જોકે આ અંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હીતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ત્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત આજુબાજુના વિસ્તારોના ક્ષત્રિય સમાજના લોકો પણ હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ સ્નેહ મિલન બાદ ભાજપની ચિંતામાં થોડો ઘટાડો થયો હોય અને ડેમેજ કંટ્રોલ થતું જતું હોય તેવું હાલમાં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે.  

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj