ખંભાળીયાની વિદ્યાર્થીનીઓએ મતદાન કરવા લોકોને સંસ્કૃત ભાષામાં અપીલ કરી

Local | Jamnagar | 29 April, 2024 | 11:10 AM
મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ
સાંજ સમાચાર

(કુંજન રાડિયા)
જામખંભાળીયા, તા. 29
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 7 મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થા એસ.એન.ડી.ટી. સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પણ સંસ્કૃત શિક્ષકના પ્રોત્સાહન થકી સંસ્કૃતમાં મતદાન કરવા માટેની અપીલના સંદેશા રજૂ કરી મતદાન જાગૃતિ અંગેની અનોખી પહેલ કરી હતી. 

એસ.એન.ડી.ટી. સ્કૂલની વિદ્યાર્થીની ઈશા શુક્લ, જાહલ મસુરા તથા પુરીબેન સુમણિયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વ જોડાય તેમજ તમારા એક મત થકી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા સર્વે નાગરિકોને અપીલ કરું છું.

સર્વે મતદાતાઓને અવશ્ય મતદાન કરવાની પ્રાર્થના કરતા ઈશા શુક્લએ જણાવ્યું કે આપણો એક મત રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના નિર્માણ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ મહત્વનો છે. આથી દરેક મતદારે અવશ્ય મતદાન કરવું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj