નવી દિલ્હી,તા.27
ઈન્ડીગો એરલાઈન્સે યાત્રીઓની સુવિધા માટે શરૂ કરેલ ફાસ્ટ ફોરવર્ડ સેવાના એક ભાગને બંધ કરી દીધો છે. એરલાઈન્સનું કહેવું છે કે ફાસ્ટ ફોરવર્ડ સેવા અંતર્ગત કોઈપણ સમયે સામાન જમા કરાવવાની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે પણ બોર્ડીંગમાં પ્રમુખતાની સેવાઓ મળતી રહેશે અને તેનો ચાર્જ પણ વસુલવામાં આવશે.
જાણકારી મુજબ ઈન્ડીગો એરલાઈન્સ તરફથી પોતાના યાત્રીઓની સુવિધા માટે ફાસ્ટ ફોરવર્ડ તેમજ પ્રાયોરિટી ચેક ઈન સુવિધા શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત યાત્રી ઓનલાઈન વધારાનો ચાર્જ આપીને એરપોર્ટ પર લાઈન વિનાના ચેક ઈન તેમજ બોર્ડીંગ કરી શકતા હતા અને સામાન કાઉન્ટર પર જમા કરાવી શકતા હતા.
ઈન્ડીગોની વેબસાઈટ પર ઘરેલુ ઉડાન માટે દર વ્યક્તિએ તેનો ચાર્જ 650 રૂપિયા જયારે આંતરરાષ્ટ્રીય ઉડાન માટે દર વ્યક્તિએ 850 રૂપિયા જણાવાયા છે. હાલમાં જ કેટલાક યાત્રીઓને આ સેવાનો લાભ લેવામાં મુશ્કેલી પડી હતી.
તેમને એરલાઈન્સના કાઉન્ટર પર જણાવાયું હતું કે ફાસ્ટ ફોરવર્ડ સેવામાં ચેક ઈન સુવિધાને હટાવી લેવાઈ છે. હવે માત્ર કોઈપણ સમયે બોર્ડીંગની સુવિધા જ તેમાં અપાઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy