ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ

Local | Gondal | 23 April, 2024 | 11:31 AM
સાંજ સમાચાર

ગોંડલ,તા.23
"શ્રી રામ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન નું રોટરી ક્લબ ઓફ ગોંડલ તથા રોટરી ક્લબ ઓફ ઉધનાના સંયુક્ત ઉપક્રમે લોકાર્પણ થયું " આ ડાયાલિસિસ મશીન રોટરી ઇન્ટરનેશનલની ગ્લોબલ ગ્રાન્ટ (2022-23) અંતર્ગત આપવામાં આવેલ છે.

આ મશીનના મુખ્ય દાતા નયનાબેન ડાયાભાઇ ઠુમર છે.

આ સમારંભના ઉદઘાટક જયરામદાસજી મહારાજ, મહંત રામજી મંદિર ગોંડલ, મુખ્ય અતિથિ નયનબેન ડાયાભાઈ ઠુમર, તેમજ સમારંભના અધ્યક્ષ રોટે. શ્રિકાંતભાઈ ઇન્દ્રાણી ઉપસ્થિત રહ્યાં હતાં.જયરામદાસજી મહારાજ એ આશીર્વચન પાઠવેલ તેમજ શ્રીકાંતભાઇ ઈન્દ્રાણી એ રોટરીની ગ્લોબલ ગ્રાન્ટ વિશે માહિતી આપી હતી. શ્રીરામ હોસ્પિટલના તમામ ટ્રસ્ટી ગણ ઊપસ્થિત રહેલ, મેનેજિંગ ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટ એ પ્રસંગ ને અનુરૂપ હોસ્પિટલ વિશે વિગતથી વાત કરી તેમજ ટ્રસ્ટી કિશોરભાઈ ઉનડકટ એ પ્રાસંગીક પ્રવચન કરેલ તેમજ રાજુભાઈ ઉનડકટ તેમજ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આજના આ ડાયાલિસિસ મશીનના પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઈ કારીયા, મિતુલભાઈ ખીમાણી તથા યોગેન્દ્ર જોશી હતાં. રમેશભાઈ કારીયા એ ગવનેર તેમજ દાતાનો આભાર વ્યક્ત કરેલ ગતવર્ષના પ્રમુખ જયભાઈ ભાણવડીયા, ચાલુ વર્ષના પ્રમુખ જીગરભાઈ સાટોડિયા, સેક્રેટરી કિર્તીભાઇ પોકાર, ટ્રેઝરર જ્યોતિન જસાણી, ચેતનભાઈ કોટડીયા, જયેશભાઈ કાવઠીયા, જીતેન્દ્રભાઈ માંડલિક, મહેન્દ્રભાઈ સોજીત્રા વિગેરે રોટરી ક્લબના સભ્યો હાજર રહેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj