સાળંગપુરધામ હનુમાન ભકિતમાં લીન : હજારો ભકતો ઉમટી પડયા

Dharmik | Botad | 23 April, 2024 | 04:56 PM
‘કિંગ ઓફ સાળંગપુર’ મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી : ગઇકાલે ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાયો : આજે મહાઆરતી, મહાપ્રસાદ તથા મારૂતિ યજ્ઞ યોજાયો
સાંજ સમાચાર

સાળંગપુર, તા. 24
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જન્મોત્સવ અંતર્ગત તા.ર1ના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારતથા શ્રી કષ્ટભંજનદેવ દાદાનું 555 કિલો ફુલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ.

ગઇકાલે સાંજે 4 વાગ્યે રાજોપચાર પૂજન અંતર્ગત શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી  શોભાયાત્રા નાસિક  ઢોલની  સાથે વાજતે-ગાજતે મંદિરમાં પહોચી હતી, ત્યારબાદ શ્રી કષ્ટભંજનદેવદાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન દક્ષિણ ભારતના વિદ્વાન પંડિતો દ્વારા વેદોક્ત વિધિ સાથે સંતો દ્વારા કરવામાં  આવ્યું હતું. દાદાને  ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલઅને  વાંસળી,સિતાર.ઢોલ,તબલા વિગેરે સંગીતમય વાદ્યોની સાથે સમગ્ર મંદિરનું વતાવરણ રમણીય બની ગયું હતું. પૂજન-અર્ચન-અભિષેક-555 કિલોથી વધુ ગુલાબ વિગેરે ફુલોની પાંખડીઓની પુષ્પવર્ષા કર્યા બાદપ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા 7:00 કલાકે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથો સાથ યજમાનને રૂડા આશીર્વાદ આપ્યા હતા. દાદાના ભક્તોએઆ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી  શ્રી હનુમાન જયંતી મહોત્સવ એવં લોકડાયરો, દાદાને વિશેષ 15 કિલો ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા  ધરાવી, પુષ્પવર્ષા વિગેરે કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.22ના રોજ કરવામાં આવ્યું હતું. પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા સાંજે 6 કલાકે કરવામાં આવી. 

54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો  પુષ્પનો અભિષેક સાંજે 6.00 કલાકે આવી હતી આ માટે 3થી 4 પ્રકારના પુષ્પો વડોદરા અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવ્યા હતા પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 1525નું સ્ટેજ બનાવાયું હતું. જ્યાંથી સંતો અને યજમાનો દાદાનો પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. આ પછી અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ડાન્સ ગ્રુપ દ્વારા ભવ્ય ડાન્સરજુ કરવામાં આવશે.કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અનેક પ્રકારની અગ્નિઓથી પૂજન એવમ મહાઆરતી કરવામાં આવી, મહાઆરતીમાં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, ભક્તો, યજમાનઓ અને સ્વયંસેવકો ભાવપૂર્વક  જોડાયા હતા. આજે તા.ર3ના શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. હજારો લોકો  સાળંગપુર આવી પહોંચ્યા છે અને વિવિધ અનુષ્ઠાનોમાં ભાગ લઇ રહ્યા છે. આજે મારૂતિ યજ્ઞ પણ યોજવામાં આવેલ હતો.

સાળંગપુર, તા. ર4
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ  ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી  શ્રી હનુમાન જયંતી મહોત્સવ એવં ભજન સંધ્યા, દાદાને અન્નકૂટ, પુષ્પવર્ષા વિગેરે અનેકવિધ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

હનુમાન જયંતી નિમિત્તે 21 થી 23 એપ્રિલ 2024 દરમિયાન ભવ્ય હનુમાન જન્મોત્સવનંશ આયોજન કરાયું હતું. પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી હતી તેમજ ત્રણ દિવસ દરમિયાન મારૂતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહાઅન્નક્ષેત્ર, 5,000 કિલો પુષ્પનો અભિષેક, રાજોપચાર પૂજા- મહાઆરતી સહિતના કાર્યક્રમ સાથે ઉજવણી થઇ હતી.
ત્રણ દિવસના હનુમાન જન્મોત્સવ અંતર્ગત લાખો ભક્તો માટે દર્શન, પાર્કિંગ વ્યવસ્થા પીવાના પાણીની અને સરબત તેમજ 2000થી વધારે સ્વયંસેવકો દ્વારા ખડેપગે મહામહોત્સવ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર મહોત્સવનું  શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

હનુમાન જયંતીના દિવસે સુવર્ણના વાઘા તેમજ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગારની સાથોસાથ 5 હજાર કિલો  હજારીગલના ફૂલથી સમગ્ર મંદિર શણગારવામાં આવ્યા  હતા આ ફૂલના શણગારમાં 15 સંતો-પાર્ષદો અને 100 જેટલા હરિભક્તો આ સેવામાં જોડાશે. તો 250 કિલોની કેક બનાવવામાં આવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj