દિલ્હી, તા.21
મહિલાઓ વિરૂધ્ધ બનતી ગુનાહિત ઘટનાઓથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ, આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે સુરક્ષા માટે શું કરવું જોઇએ? ટેક્નોલોજીના આ યુગમાં સુરક્ષા માટે સમર્પિત કેટલીક એપ્સ છે જેની મદદથી મહિલાઓ પોતાની સુરક્ષા કરી શકે છે. ખાસ કરીને જે મહિલાઓ કામ માટે એકલી મુસાફરી કરે છે તેમના માટે આ એપ ખૂબ જ ઉપયોગી છે.
હિંમત પ્લસ એપ
દિલ્હી પોલીસે મહિલાઓની સુરક્ષા માટે હિમ્મત પ્લસ એપ લોન્ચ કરી હતી. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એપ પર રજીસ્ટર કરવું પડશે અને ઓટીપી દ્વારા લોગ ઇન કરવું પડશે. આ એપમાં એસઓએસ બટન આપવામાં આવ્યું છે. આ બટન દબાવતાની સાથે જ લોકેશનની માહિતી સીધી દિલ્હી પોલીસ ક્ધટ્રોલ રૂમમાં પહોંચી જશે. કંટ્રોલ રૂમને માહિતી મળતાની સાથે જ તે સ્થળની નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરશે.
112 ઇન્ડિયા એપ
આ એસઓએસ મોબાઇલ એપ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો એક ભાગ છે, જે ભારત સરકારની પહેલ છે. આ એપ દેશના મોટા ભાગના રાજ્યોમાં કામ કરે છે. આવા રાજ્યોની સંપૂર્ણ યાદી https://112.gov.in/ પર આપવામાં આવી છે જ્યાં આ એપ કામ કરે છે. હાલમાં આ એપ હેઠળ 36 રાજ્યોમાં સેવા આપવામાં આવી રહી છે.
એપ સાથે કનેક્ટ થતાં પહેલાં તમારે તમારુ રાજ્ય અને મોબાઇલ નંબર દાળ કરીને લોગઇન કરવું પડશે. આ એપમાં આપવામાં આવેલ એસઓએસ બટનનો ઉપયોગ મુશ્કેલ સમયમાં કરી શકાય છે. તમે આ બટન દબાવતાની સાથે જ તમારુ લોકેશન શેર કરવામાં આવશે અને રિસ્પોન્સ ટીમ મદદ માટે તમારા સુધી પહોંચશે.
bSafe Naver walk Alone
આ મોબાઇલ એપમાં bSafe નામનું એલાર્મ આપવામાં આવ્યું છે. તમે આ એલાર્મ દબાવતાની સાથે જ તમારુ સ્થાન તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ સાથે શેર કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy