યુવકના ઘરમાં તોડફોડ કરી કેન્સરગ્રસ્ત પિતા પર યુવતીના ભાઈઓનો હિંચકારો હુમલો

જેતપુરના બોરડી સમઢીયાળામાં પ્રેમલગ્ન મામલે મારામારી

Local | Dhoraji | 29 April, 2024 | 12:05 PM
અમારી બહેન કાલ સુધીમાં આવી જવી જોઈએ કહીં દંપતીને મારમારી યુવકના મિત્રને પણ આરોપીઓએ ફટકાર્યો: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: જેતપુર સીટી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
સાંજ સમાચાર

રાજકોટ. તા.29
જેતપુરના બોરડી સમઢીયાળામાં પ્રેમલગ્ન મામલે યુવતીના ભાઈઓએ યુવકના ઘરમાં તોડફોડ કરી કેન્સરગ્રસ્ત પિતા અને માતા પર હિંચકારો હુમલો કરી યુવકના મિત્રને પણ મારમારી ધમકી આપી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ દંપતી અને એક યુવકને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

બનાવ અંગે જેતપુરના બોરડી સમઢીયાળામાં કિશોરભાઇ બાબુભાઇ સખરેલીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઉદય બુધા રાઠોડ, સતિષ બુધા રાઠોડ, હિતેષ રબારી, જીજ્ઞેશ રબારી, જયેશ ઉર્ફે જયલો રબારીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને મોઢાના ભાગે કેંસરની  હોય જેમનું દોઢેક વર્ષ પહેલા ઓપરેશન કરાવેલ હતું. તેઓને તડકામાં બહાર નિકળાતુ ન હોય જેથી નિવૃત જીવન ગાળે છે. તેમનો પુત્ર ગામમાં ઓમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન ચલાવે છે. તેમના પુત્રને ગામના બુધાભાઈ રાઠોડની પુત્રી સાથે પ્રેમસબંધ થઇ જતા ગઈ તા. 26/04 ના સવારના  લગ્નમાં જાવ છું તેમ કહી ઘરેથી નિકળી તે યુવતી સાથે ભાગી લગ્ન કરી લીધેલ અને તેના લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર મોબાઇલમાં મોકલતાં તેઓને જાણ થઈ હતી.

ગઇકાલ સાંજના તેઓ દંપતી વાળુ-પાણી કરી  ફળીયામાં અંદર ઘરનો ડેલો બંધ કરી રહેતા હતાં.  દરમ્યાન યુવતીના બન્ને ભાઇ ઉદય રાઠોડ અને સતિષ રાઠોડ ઘરની વંડી ટપી અંદર આવી ઝઘડો કરવા લાગેલ અને ક્યા છે તમારો દિકરો મારી બહેનને ભગાડીને લઇ ગયો છે તેમ કહિ બન્ને ભાઈઓ ઘરમાં તોડફોડ કરવા લાગેલ અને બાથરૂમના દરવાજા, ખુરશીઓ, પાણીના ગોળા તથા ચોકેસના કાચ પથ્થરના ઘા ઝીંકી તોડી નાખેલ અને તેઓ બન્નેને રોકવા વચ્ચે પડતા બન્ને ભાઈઓ  ઢીકાપાટુનો મારા મારવા લાગતાં તેઓ નિચે પડી ગયેલા હતાં.

છતાં બન્ને ભાઇઓ પાટા મારતા હતા તે દરમ્યાન તેમની પત્ની છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેમની પત્નિને પણ ઢીકાપાટુનો માર મારેલ હતો. રાડારાડી થતાં બંને શખ્સો દરવાજો ખોલી બહાર ભાગેલ અને બહારથી દરવાજો ખુલતા હિતેષ રબારી, જિગ્નેશ રબારી અને જયેશ ઉર્ફે જયલો રબારી ફળીમાં આવી ગાળો આપી મારમારી કરેલ અને કહેલ કે, અમારી બહેન કાલ સવાર સુધીમાં પરત નહિ આવે તો તને જાનથી મારી નાખીસુ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં. તેમજ આરોપીઓ તેઓની પાનની દુકાનની બાજુમા તેના મિત્ર વિવેક  કાકડીયાને ઢીકાપાટુનો માર મારતા હતા. તેમને  છોડાવવા જતા હિતેષ રબારી અને જિગ્નેસ રબારી પણ ત્યા આવી ગયેલ વિવેકભાઇને ઢિકાપાટુનો મારમારી હાથમા પેહરવાનુ કડુ વિવેકભાઈને માથાના ભાગે વાગતા લોહી નિકળવા લાગેલ અને ત્યાં લોકો એકઠાં થઈ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત દંપતી અને એક યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે આઇપીસી 332, 504, 506(2), 427, 447, સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj