(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
લોકસભા સામાન્ય ચૂંટણી -2024 અંતર્ગત 63-ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મૂળી તાલુકામાં આંગણવાડીનાં બહેનો સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
જેમાં આગામી દિવસોમાં મતદાર જાગૃતિ અર્થે યોજાનાર મહેંદી ઇવેન્ટ, પિંક રેલી તેમજ રંગોળી ઇવેન્ટ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ’નો યોર પોલિંગ સ્ટેશન’ અંતર્ગત બુથ લેવલ ઓફિસરશ્રીઓને સહકાર આપવા પણ સૂચિત કરવામાં આવ્યું હતું.
વધુમાં, 63 ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમા સમાવિષ્ટ ચોટીલા અને મુળી તાલુકામાં આવેલા એ.ટી.વી.ટી. કેન્દ્ર ખાતે 7/12 ના ઉતારા સહિત આપવામાં આવતા જુદા જુદા ડોક્યુમેન્ટ તથા ઈન્વર્ડ ડિસ્પેચની ટપાલ પર મતદાન જાગૃતિ સિક્કા લગાવી તા.07.05.2024 નાં રોજ અચૂક મતદાન કરવા નાગરિકોને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તેમજ નાગરિકોને મતદાર જાગૃતિ પત્રિકાનું વિતરણ કરી મતદાનનાં દિવસે સપરિવાર મતદાન મથક જવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
તેમજ અન્યને પણ માહિતગાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તદુપરાંત ચોટીલા તાલુકામાં પોસ્ટ ઓફિસ ખાતે જુદી જુદી ટપાલના કવર ઉપર મતદાર જાગૃતિ અંગેના સિક્કા લગાવી મતદારોને પ્રેરિત કરવાનાં સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy