વેરાવળ,તા.29
ગીર સોમનાથ જીલ્લામાં લોકસભાની ચુંટણી અંતર્ગત જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત છેલ્લા એક માસની અંદર એલસીબી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફએ જીલ્લાભરમાંથી માથાભારે વ્યકિતઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા વ્યક્તિઓ સામે અટકાયતી પગલા લીધેલ છે.
જેમાં સી.આર.પી.સી. કલમ 107/116 મુજબ કુલ 1856, કલમ-109 મુજબ કુલ 52, કલમ-110 મુજબ કુલ- 2888, કલમ-151 મુજબ કુલ-191 મળી કુલ 4987 જેટલા શખ્સો સામે પગલા લીધેલ છે. આ ઉપરાંત પાસા 40, હદપાર 82 તથા પ્રોહિબીશનમાં 889 મળી કુલ 1011 માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસા તથા હદપારીની દરખાસ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે.
દેશી તથા વિદેશી દારૂના કુલ 1402 કેસો કરી 1120 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આ દરોડામાં દેશી દારૂ લી.4761 કી.રૂ.95 હજાર, ઇંગ્લીશ દારૂની 5475 બોટલો કી.રૂ.5,55,910, 50 જેટલા વાહનો કી.રૂ.31 લાખના જપ્ત કરેલ તથા રૂ.10.30 લાખનો અન્ય મુદામાલ મળી કુલ રૂ.47.84 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લામાં હથીયાર લાયસન્સ ધરાવતા 433 વ્યકિતઓ પાસેથી હથીયાર જમા લેવામાં આવેલ છે. ગેરકાયદેસર હથિયાર ધરાવતા 4 હથીયાર તેમજ 5 કાર્ટીજ કબ્જે કરી હથિયારધારાના કેસો તથા ગાંજાનો એક કેસ કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy