રાપર તાલુકાના ચિત્રોડા ગામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ડિલીવરી:માતા-પુત્રી બચી ગયા

Local | Kutch | 24 April, 2024 | 12:41 PM
સાંજ સમાચાર

(ગની કુંભાર) ભચાઉ,તા.24
રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં રહેતાં સલમાબેનને પ્રસુતીની પીડા ઉપડતા જ ચિત્રોડ થી લાકડીયા સરકારી હોસ્પિટલમાં આવ્યાં હતા. ત્યાં ચેક કરતા બ્લડ પ્રેસર વધારે હોવાથી ડોક્ટર સાહેબે 108માં કોલ કર્યો હતો. આ કોલ સમાખીયાલી 108  EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારી ઓ ઇએમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ અસગરભાઈ કુરેશી તરત જ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.

ત્યાંથી પેસન્ટ ને લઇ ને ભચાઉ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. વોન્ધ નજીક પહોંચતા સગર્ભા ની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા ડિલિવરી કરાવી પડે તેમ હતી. આથી ઇએમટી દ્વારા અમદાવાદ ખાતેના 108ના ઇમરર્જન્સી  ercp ડોક્ટર જે. ડી સર ને કોલ કરી તેમની નિષ્ણાતની સલાહ લીધી હતી અને 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો ડિલિવરી કીટ તથા ટેકનીક નો ઊપયોગ કરીને એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો.

વધુ સારવારર્થે માતા અને બાળક ને ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં  ખસેડવામાં આવ્યા હતા. બાળકી નો જન્મ થતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર ડિલિવરી કરાવતા માતા અને બાળક નો અમૂલ્ય જીવ મુશ્કેલી માં મુકતા બચી ગયેલ હતો. પ્રોગ્રામ મેનેજર સુજીત સર અને EME હરેશ વાણીયા  દ્રારા ટીમની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj