DGCAએ ફ્લાઈટ સીટ સિલેક્શન અંગેના નિયમોમાં ફેરફાર કર્યા

એરલાઇન્સને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા અથવા પિતા સાથે બેસે તેના માટે વધારાના ચાર્જ વગર સીટ આપવી પડશે

India, Travel | 24 April, 2024 | 10:37 AM
સાંજ સમાચાર

નવી દિલ્હી :
 એરલાઈન્સે હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા-પિતા અથવા વાલી સાથે ફ્લાઇટમાં સીટો ફાળવવી પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ સંબંધમાં નવી મુસાફરી માર્ગદર્શિકા જારી કરી છે.

ડીજીસીએએ કહ્યું છે કે જો બાળકો અને માતા-પિતા એક જ પીએનઆર પર મુસાફરી કરી રહ્યાં છે, તો તેમણે સીટ પસંદગી માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ સાથે DGCAએ એરલાઈન્સને પણ પોતાનો રેકોર્ડ જાળવવા કહ્યું છે.

નાગરિક ઉડ્ડયન નિયમનકારે આ પગલું 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના તેમના માતા-પિતા અથવા વાલીઓ સાથે ન બેસવાના ઘણા કિસ્સાઓ બાદ ઉઠાવ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આવા અનુભવો શેર કર્યા છે.

DGCA એ નવા નિયમો માટે 2021 ના હવાઈ પરિવહન પરિપત્ર 01 માં સુધારો કર્યો છે. આ સાથે 2024ના એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (ATC)-01માં પણ સુધારો કરવામાં આવ્યો છે. તેનું શીર્ષક ‘અનબંડલિંગ ઓફ સર્વિસીસ એન્ડ ફીસ બાય શેડ્યુલ્ડ એરલાઈન્સ’ છે.

2024નો હવાઈ પરિવહન પરિપત્ર એરલાઈન્સને શૂન્ય સામાન, પ્રેફરન્શિયલ સીટીંગ, ભોજન/નાસ્તો/ડ્રિંક ચાર્જ, સંગીતનાં સાધનોની ગાડી વગેરે જેવી સેવાઓ માટે વધારાનો ચાર્જ લેવાની મંજૂરી આપે છે. મુસાફરો પસંદગીના આધારે આ સેવાઓનો લાભ લઈ શકે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj