ગુજરાતમાં પ્રથમ વખત કોમર્શિયલ કવોન્ટીટીમાં પકડાયેલ ચરસના ગુનામાં આરોપીને ડીસ્ચાર્જ કરતી અદાલત

Local | Rajkot | 23 May, 2024 | 03:34 PM
અમદાવાદ એનસીબીની બાતમીના આધારે રાજકોટના જંગલેશ્ર્વરમાંથી 2 કિલોથી વધુ ચરસ પકડાયું’તું, મુખ્ય આરોપીની કબુલાતના આધારે 4 વર્ષે સપ્લાયર ઈકબાલ ઉર્ફે પટેલબાપુની ધરપકડ થઈ હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.23

તા.9/9/2018 ના રોજ અમદાવાદ એનસીબીની બાતમીના આધારે રાજકોટ એસઓજી બ્રાંચે લોકેશન ટ્રેક કરી જંગલેશ્વર શેરી નં. 13/19ના રહેણાંક મકાનમાં અને શેરી નં. 11ની ઓરડીમાં રેડ કરી કોમર્શિયલ કવોન્ટીટી 2.024 કિલોગ્રામ ચરસ પકડ્યું હતું. આ કેસમાં પકડાયેલ મુખ્ય આરોપીની કબુલાતના આધારે પકડાયેલ સપ્લાયર આરોપી ઈકબાલ ઉર્ફે પટેલબાપુ કાસમભાઈ જેઠવાની ડીસ્ચાર્જ અરજી રાજકોટની સેસન્સ કોર્ટે મંજુર કરી આરોપીને છોડી મુકવા હુકમ કર્યો છે. ગુજરાત રાજ્યમાં આવું પ્રથમ વાર બન્યું છે જ્યારે કોઈ કોર્ટે કોમર્શિયલ કવોન્ટીટીમાં પકડાયેલ ચરસના ગુનામાં આરોપીને ડીસ્ચાર્જ કર્યો છે.

કેસની વિગત મુજબ, અમદાવાદ નાર્કોટિકસ વિભાગની બાતમીના આધારે રાજકોટ એસઓજીએ જંગલેશ્ર્વરના રહેણાંક મકાનમાં અને શેરી નં. 11ની ઓરડીમાં રેડ કરી આરોપી (1)મહેબુબ ઓસમાણ ઠેબા, (2)ઈલ્યાસ હારૂન સોરા, (3)જાવેદ ગુલમહંમદ દલ અને (4)રફીક રબીબ લોયાના કબ્જા ભોગવટમાંથી ચરસનો જથ્થો મળી આવતા ધરપકડ કરેલ. જે અંગેની ફરીયાદ ભકિતનગર પોલીસમાં નોંધાઈ હતી. મુખ્ય આરોપીની પુછપરછ દરમિયાન જણાવેલ કે, સપ્લાયર આરોપી ઈકબાલ ઉર્ફે પટેલબાપુ કાસમભાઈ જેઠવા (રહે. નાયકવાડા, મસ્જીદ પાછળ, સંધાડીયા બજાર, જુનાગઢ) 4 કિલોગ્રામ ચરસ આપી ગયેલ અને તેમાંથી વેચાણ કરતા બાકી રહેલ 2.024 કિલોગ્રામ ચરસનો જથ્થો હોવાની કબુલાત આપતા ઈકબાલ 4 વર્ષે પકડાતા કોર્ટમાં પુરવણી ચાર્જશીટ રજુ કરતા ચાર્જફ્રેમ કરતી વખતે આરોપીના વકીલ રોહીતભાઈ ઘીયા દ્વારા આરોપી તરફે ડીસ્ચાર્જ અરજી આપવામાં આવેલ હતી. 

આ અ2જી સુનાવણી ઉપર આવતા વકીલ દ્વારા વિગતવાર દલીલ કરવામાં આવેલ કે સમગ્ર ચાર્જશીટ પેપર્સ જોતા સહ-આરોપીના નિવેદન સિવાય લેશમાત્ર પુરાવો નથી. માત્ર સહ આરોપીના નિવેદનને આધારે પોલીસે હાલના આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરેલ છે. તેમજ મુળ કેસની ટ્રાયલ ચાલી જતા પકડાયેલ સહ-આરોપીના નિવેદનને આધારે પકડાયેલ આરોપી શકીલ ઉર્ફે શાહીદ સૈફીને કોર્ટ દ્વારા નિદોર્ષ ઠરાવી છોડી મુકેલ છે. સહ-આરોપીના નિવેદનના આધારે હાલના આરોપીને સજા થઈ શકે નહી. આરોપી લાંબા સમયથી કસ્ટડીમાં છે. પુરાવા વગર માત્ર ક્ધફેશનના આધારે આરોપીની જવાબદારી બાંધી ન શકાય તેવા સુપ્રિમ કોર્ટના માર્ગદર્શક ચુકાદાઓ ઉપર ધ્યાન દોરતા કોર્ટે બચાવપક્ષની દલીલ ગ્રાહય રાખી આરોપીને ડીસ્ચાર્જ કરવા હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી ઇકબાલ વતી સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા તથા હર્ષ રોહિતભાઈ ઘીયા (મો.નં.99794 95697), જૈમીન જરીયા અને મદદમાં રીધ્ધીબેન ખંઢેડીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj