રાજકોટ, તા.27
અત્રેના કામદાર ગોપાલદાસ વિઠ્ઠલદાસ ચૌહાણ, સંયુક્ત ખેતી નિયામક, જુની કલેક્ટર કચેરી, રાજકોટમાં લુહાર તરીકે નોકરી કરતા હતા અને તા.30-4-2018ના રોજ નોકરીમાંથી નિવૃત્ત થતાં સંસ્થાએ આ કામદારને ગ્રેચ્યુઇટીની રકમ ચુકવેલ નહીં. આથી કામદારે ક્ધટ્રોલીંગ ઓથોરીટી, રાજકોટ સમક્ષ ગ્રેચ્યુઇટી અરજી દાખલ કરતાં ઓથોરીટીએ કામદારને રુા.3,33,415 તે 10 ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ અને સદરહું રકમ સંસ્થાએ ન ચુકવતા કલેક્ટર, રાજકોટને રીકવરી સર્ટીફીકેટ ઇસ્યુ કરી આપેલ હતું. પરંતુ સંસ્થાએ માત્ર કામદારને પાર્ટ પેમેન્ટની ગ્રેચ્યુઇટી ચુકવી અને બાકીની રકમ ચુકવવા સંસ્થા જવાબદાર નથી
તેવું દર્શાવી હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ હતી. હાઇકોર્ટે તા.30-11-2023ના રોજ સાંભળીને સરકારની રીટ પીટીશનડીસમીસ કરેલ હતી અને બાકી રહેતી ગ્રેચ્યુઇટીની રકમ 10 ટકા વ્યાજ સાથે હાઇકોર્ટના હુકમ થયાથી 8 અઠવાડિયામાં ચુકવી આપવા હુકમ કરેલ પરંતુ કામદારે નોટીસ આપવા છતાં સરકારે રકમ ચુકવવાની દરકાર કરેલ નહીં. આથી હાઇકોર્ટ સમક્ષ હુકમનો ઇરાદાપૂર્વક અનાદર કરવામાં આવેલ હોય, સંયુક્ત ખેતી નિયામકના ઓફિસર સામે ક્ધટેઇમ્પ્ટ ઓફ ધી કોર્ટની મેટર દાખલ કરતાં, હાઇકોર્ટની ડીવીઝન બેન્ચે, સંસ્થાના ઓફિસર સામે નોટીસ ઇસ્યુ કરી ક્ધટેઇમ્પ્ટ પીટીશનની સુનાવણી તા.9-5ના રોજની મુકરર કરેલ છે આ કેસમાં કામદાર વતી સીનીયર એડવોકેટ પી.આર. દેસાઇ રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy