(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23
માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં મહિલાઓ હતી તે જગ્યાએ ખુરશી રાખીને બેસવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં છરી અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે ચીખલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નુરાલીભાઇ હાસમભાઇ જામ જાતે મીયાણા (51)એ હાલમાં અલીમહમંદ અનવર માલાણી, ઇલીયાસ હાજીભાઇ માલાણી, ઇબ્રાહીમ કાદર માલાણી, અનવર હાજી માલાણી, ઇરફાન અકબર માલાણી, મેહબુબ ઇબ્રાહીમ માલાણી અને અકબર કાદર માલાણી રહે. બધા નવા પ્લોટમાં ચીખલી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યુ છે કે, સાહેદ શબ્બીરભાઇએ બે દીવસ પહેલા આરોપીઓને લગ્ન પ્રસંગમાં રસ્તા પર ખુરશી રાખવાની ના પાડેલ હતી જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી મંડળી રચી ધારીયા, કુહાડી, છરી, ધોકા જેવા હથિયારો લઈને ફરીયાદી તથા સાહેદોના જામ ફળીયામાં આવ્યા હતા અને ત્યાં જઇને ફરીયાદીને માથામાં ઇજા પહોચાડી તેમજ સાહેદ નાજીરભાઇ જામ તથા જુશબભાઇને તીક્ષણ હથિયારના ઘા માથા અને શરીરે માર્યા હતા અને ગંભીર ઇજાઓ પહોચાડી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા હાલમાં આધેડે નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોઈઓને પકડવા તજવીજ શરૂ કરી છે
તો સામા પક્ષેથી મહેબુબભાઇ ઇબ્રાહીમભાઇ માલાણી જાતે મીયાણા (25)એ શબીર રહેમાનભાઇ જામ, નાજીર રહેમાનભાઇ જામ, રહેમાનભાઇ હાસમભાઇ જામ, નુરાલીભાઇ હાસમભાઇ જામ અને જુસબભાઇ હાસમભાઇ જામ રહે. બધા ચીખલી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે, આરોપી શબ્બીરએ સાહેદ અલીમહમદભાઇ અનવરભાઇને બે દીવસ પહેલા લગ્ન પ્રસંગમાં ખુરશી પર બેઠા હતાં ત્યારે તમે અહી કેમ બેઠા છો તેમ કહી બાલાચાલી કરેલ હતી જે બાબતનો ખાર રાખી શબીર, નાજીર અને રહેમાનભાઈએ તલવાર, ધોકા જેવા હથિયારો લઈને આવીને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને ધમકી આપી હતી.
શબીરે પોતાની પાસે રહેલ તલવાર વડે ફરીયાદીને માથામાં ઇજા કરી હતી તેમજ નુરાલીભાઇ અને જુસબએ પાછળથી હાથમાં ધોકા લઈ આવીને સાહેદોને ધોકા વડે માર માર્યો હતો.
માળીયા પોલીસે મારા મારીના આ બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ લઈને ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy