બંગાળના મુખ્યમંત્રી ફરી એકવાર ઘાયલ, હેલિકોપ્ટરમાં ચડતી વખતે મમતા બેનર્જીનો પગ લપસ્યો

India | 27 April, 2024 | 05:21 PM
સાંજ સમાચાર

પશ્ચિમ બંગાળ, તા 27 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થયા છે. દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચડતી વખતે તેનો પગ લપસી ગયો હતો. હાલ તેને આસનસોલ લઈ જવામાં આવ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જી પડી જવાથી ઘાયલ થયા હોય. આ પહેલા પણ ઘણી વખત ઘાયલ થઈ ચુકયા છે. તાજેતરમાં જ મમતાને તેના ઘરે ઈજા થઈ હતી.

કેમ્પસમાં ચાલતી વખતે તે પડી ગયાં હતા, જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેને ટાંકા આપવામાં આવ્યા હતા. 

આ પહેલા 2021માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને નંદીગ્રામમાં કેટલાક લોકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે તેમને પગમાં ઈજા થઈ હતી. તેણે રેયાપરામાં મંદિરની બહાર બનેલી આ ઘટનાને કાવતરાના ભાગરૂપે ગણાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj