રાજકોટ,તા.27
માલધારી સોસાયટીમાં રહેતા યુવક પર તેના બનેવીએ હુમલો કરતાં યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.બનાવની વિગત અનુસાર જીતુ વલ્લભભાઈ રાઠોડ (ઉ.વ.29 રહે- માલધારી સોસાયટી) નામનાં યુવક પર તેનાં બનેવી અને બનેવીના ભાઈએ હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા.
બાદ યુવકની સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જીતુની બહેન સરોજના લગ્ન વિશાલ સાથે થયાં હતાં. લગ્નના થોડો સમય બાદ વિશાલ તેની પત્ની સાથે વારંવાર ઝઘડો કરી માર મારતો હતો.
જેથી પરિણીતા તેનાં ભાઈ જીતું ના ઘરે આવી ગઈ હતી. જેનો ખાર રાખી વિશાલ અને તેનાં ભાઈ અજુએ ગઈ કાલ રાત્રિના જીતું પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં જીતુંને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy