ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં ઝડપથી વધે છે વૃદ્ધત્વ

World, Woman | 25 April, 2024 | 10:28 AM
2005 થી 2023 દરમિયાન 1700 મહિલાઓ પર અભ્યાસ
સાંજ સમાચાર

ન્યુયોર્ક, તા 25
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં વૃદ્ધત્વ ઝડપથી આવી જાય છે. સ્ત્રીઓની જૈવિક ઉંમર ઝડપથી વધવા લાગે છે. સાયન્સ મેગેઝિન પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.

અધ્યયન મુજબ, જે મહિલાઓને પહેલા ગર્ભ ધારણ કર્યું હોય તેઓની જૈવિક ઉંમર વધવાના સંકેતો વહેલા દેખાઈ શકે છે. આ લક્ષણો પ્રથમ કરતાં બીજી કે ત્રીજી ગર્ભાવસ્થામાં વહેલા દેખાય છે. આનાથી શરીર પર લાંબા ગાળાની અસર થાય છે. આ અમુક રોગો અને મૃત્યુદરનું જોખમ પણ વધારી શકે છે.

જો કે, ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને તેનાથી બચી શકાય છે. આ માટે ડોક્ટરોની સલાહ પર દવાઓ લઈ શકાય અને પ્રોટીન-મિનરલથી ભરપૂર પીણાં અને ખોરાક લઈ શકાય.

અમેરિકન કોલેજ ઓફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ અનુસાર, ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. વૈજ્ઞાનિકોએ 2005 થી 2023 દરમિયાન 1700 થી વધુ મહિલાઓ પર આ અભ્યાસ કર્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj