રાજકોટ, તા.27
દેશી બનાવટની ત્રણ પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ મળી કુલ રૂ. 76,000 કીમતના મુદામાલ સાથે પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજુ પ્રભાતભાઈ મૈત્રા રહે. રાજકોટવાળા સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.તા.17/6/12 ના રોજ પોલીસે કોઠારીયા રોડ, ન્યુ સાગર સોસાયટીમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુને બાઈક પર જતાં ઉભો રાખી તેને તપાસ કરતા 3 પીસ્તોલ તથા 11 કારતુસ સાથે ઝડપી ક્રાઈમ બ્રાંચે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચાર્જશીટ ફાઈલ થતા કેસ ચાલતા ફરીયાદ પક્ષે આ કામે પંચો, તથા પોલીસ સાહેદો, તથા કલમ 39 ની પોલીસ કમીશ્નરની મંજુરી તથા એફ.એસ.એલ રીપોર્ટનો આધાર રાખેલ. બચાવપક્ષે એવી રજુઆત કરેલ કે, પંચોએ સમર્થન કરેલ નથી, સ્વતંત્ર સાહેદોના નીવેદનો લીધેલા નથી, પોલીસ કમીશ્નર એ આર્મ્સ એકટની મંજુરી યંત્રવત રીતે આપેલ છે.
જેથી આરોપીને છોડી મુકવા રજુઆત કરેલ. ઉપરોકત હકિકત તેમજ દલીલો અને પડેલ પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપી સામેનો કેસ ફરીયાદપક્ષ ની:શંકપણે પુરવાર કરી શકેલ ન હોય કોર્ટે આરોપી રાજેશ ઉર્ફે રાજુ પ્રભાતભાઈ મૈત્રા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.
ઉપરોક્ત કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ કુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષીલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ તથા આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy