મોરબીના ઘુંટુ ગામની સગીરાનું અપહરણ: ગુનો દાખલ

Local | Morbi | 27 April, 2024 | 01:59 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.27
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થતાં ભોગ બનેલ પરિવાર દ્વારા હાલ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.આ બાબતે વધુમાં તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરી ગત તા.8-4 ના સવારના નવેક વાગ્યાના અરસામાં ઘરેથી ગુમ થયેલ હોય અને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેણીને લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જવાયેલ હોય તે સબબની ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસે અપહરણની ફરિયાદ નોંધલ છે.જેની આગળની તપાસ પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.
 

મહિલા સારવારમાં
મોરબીના ગોકુળનગર વિસ્તારમાં આવેલ ધુલની વાડી વિસ્તારમાં રહેતા અમૃતબેન મનસુખભાઈ ડાભી નામની 37 વર્ષીય મહિલા રિક્ષામાં બેસીને કામ સબબ બહાર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ગાડી સાથે રીક્ષા અથડાઈ હતી જે બનાવમાં રીક્ષા પલ્ટી મારી ગયા બાદ અકસ્માત સર્જાતા તેઓને બંને હાથે ફેક્ચર જેવી ઈજાઓ થઈ હોય સારવારમાં ખસેડાયા હતાં. 
 

મહીલા સારવારમાં
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ભડીયાદ ગામની સીમમાં આવેલા મિલેનિયમ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દીપાબેન ગુરૂચરણ દેહરી (ઉંમર 20) નામની મહિલાને પતિ સાથે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.
 

યુવાન સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં રહેતા દશરથભાઈ સુરેશભાઈ ડાભી નામના 22 વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે કોઈ બાબતે થયેલ ઝગડા બાદની મારામારીના બનાવમાં ઇજાઓ થતા અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj