વેરાવળ, તા.29
ડો ભરત બારડ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ સુત્રાપાડા માં પૂર્વ કેબિનેટ મંત્રી અને સંસ્થાના આદ્યસ્થાપક જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વાલીમિટિંગ યોજાયેલ મિટિંગમાં શાળામાં અભ્યાસ કરતાં નર્સરી, LKG, HKG, તેમજ ધો-1 થી 8 માં અભ્યાસ કરતાં બાળકો તેમજ તેના વાલીઑ, તેમજ બહોળી સંખ્યામાં ગામલોકો અને સંસ્થાના આચાર્ય રાજેશભાઈ પાઠક અને સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
આ અવસરે શાળા માંથી ધો 8 પાસ કરનાર વિદ્યાર્થીઓ ને શિલ્ડ તેમજ ઇનામો આપી પ્રોત્સાહિત કરેલ હતાં. આ મિટિંગમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને સંસ્થાના આદ્યસ્થાપક જશાભાઈ બારડે વાલીઑ સાથે બાળકોના ભવિષ્ય અંગે ચર્ચા કરેલ હતી. સુત્રાપાડાના બાળકોને અભ્યાસઅર્થે બહાર ન જવું પડે અને આવનારા વર્ષોમાં અંગ્રેજી માધ્યમ માં ધોરણ 9 અને 10 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરવામાં, આવશે જે બાબતની માહિતી આપેલ હતી. (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy