(દિલીપ તનવાણી)
જેતપુર, તા. 23
જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી પીધેલી હાલતમાં શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. શહેરમાં દારૂને નેસ્તનાબુદ કરવા પોલીસ કડક કાર્યવાહી કરી દરરોજ પકડી પાડે છે. છતાં દારૂના પ્યાસીઓ પોતાની વ્યવસ્થા કરી લેતા હોય છે.
પરંતુ ગઇકાલે તો હદ થઇ ગઇ સાંજના સમયે પોલીસ સ્ટાફ તેની કામગીરીમાં પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે એક શખ્સ બકવાસ કરતો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઘુસી ગયો હોય ફરજ પરના અધિકારીઓએ તે શખ્સ રોહીત રતિલાલ સેમડા (રહે. દેસાઇવાડી)ને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy