(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર9
લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ ‘સ્વીપ’ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવી રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
62-વઢવાણ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત વઢવાણમાં સ્માર્ટ બજાર ખાતે મામલતદારશ્રી કચેરી દ્વારા મતદાર જાગૃતિ અર્થે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 જેટલી યુવતીઓએ લોકપ્રિય ગીતની ધૂન પર ‘વોટ દો... અપના દો...’ શબ્દો પર રચિત મતદાર જાગૃતિ ગીત પર પર્ફોર્મ કરીને નાગરિકોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ફ્લેશ મોબ એ લોકોનું જૂથ છે, જે જાહેર સ્થળે અચાનક ભેગા થાય છે અને થોડા સમય માટે પરફોર્મ કરે છે અને પછી ઝડપથી વિખેરાઈ જાય છે. મનોરંજન કે કલાત્મક અભિવ્યક્તિ માટે ફ્લેશ મોબ કરવામાં આવે છે.
આ તકે મતદારોને મતદાનની આવશ્યકતા સમજાવીને તમામને તા.07 મે ના રોજ અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં હતી. આ કાર્યક્રમ નિમિત્તે મોલમાં મતદાતા જાગૃતિ સંદેશ આપતા વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અન્વયે તાલુકા સ્વીપ નોડલશ્રી રેખાબેન પરમાર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નિમિત્તે મોલમાં મતદાતા જાગૃતિ સંદેશ આપતા વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અન્વયે તાલુકા સ્વીપ નોડલ રેખાબેન પરમાર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy