વધુ બે યુવા હૃદય થંભી ગયા..!

રાજકોટમાં 25 વર્ષ અને 30 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

Local | Rajkot | 29 April, 2024 | 11:48 AM
નવાગામનો પ્રફુલ કટેસીયા ઇમિટેશનનો ધંધો કરતો, જ્યારે ધવલ રાઠોડ એઈમ્સ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
નાની ઉંમરે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના હૃદયે દગો દીધો છે. શહેર નજીક નવાગામમાં 30 વર્ષીય પ્રફુલ કટેસીયા અને ભગવતીપરામાં 25 વર્ષીય ધવલ રાઠોડને છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તે બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રથમ બનાવમાં પ્રફુલ વેલજીભાઈ કટેસીયા (ઉ.વ.30, રહે. રામદેવ પાર્ક નવાગામ, રાજકોટ) ગઈકાલે રાત્રે 2 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા બેભાન થઈ જતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. અહીં તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતા. પ્રફુલભાઈ 1 ભાઈ, 1 બહેનમાં મોટા હતા. તેઓ ઇમિટેશનનનો ધંધો કરતા હતા. સંતાનમાં 2 પુત્ર છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ, પ્રફુલભાઈને હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન છે. બહેને એકનો એક ભાઈ ગુમાવતા અને બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

બીજા બનાવમાં ધવલ પ્રવિણ રાઠોડ (ઉ.વ.25, ભગવતીપરા, નંદનવન સોસાયટી, શેરી નં.3, રાજકોટ) ગઈકાલે સાંજે 7 વાગ્યે થોરાળા વિસ્તારના કનકનગરમાં પોતાના મિત્રના ઘરે હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતા તેને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં તેના પિતા પ્રવિણભાઈ સહિતના હોસ્પિટલે દોડી આવ્યા હતા.

અત્રે ટૂંકી સારવારમાં જ ધવલનું મોત થયું હતું. ડોકટરના અનુમાન મુજબ, ધવલને હાર્ટ એટેક આવી ગયો હતો. ધવલ એઇમ્સ હોસ્પિટલમાં બે માસથી સિક્યુરિટી ગાર્ડની નોકરીએ ચડ્યો હતો. તે અપરણિત હતો અને 2 બહેનનો એકનો એક ભાઈ હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj