5 વર્ષની છોકરીની સિંહ જેવી ગર્જના: લોકો સાંભળી ચોંકી ઉઠયા

India, Off-beat | 29 April, 2024 | 12:08 PM
સાંજ સમાચાર

મુંબઈ, તા 29 
સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે છોકરીએ સિંહની એવી ગર્જના કરી છે કે ભાગ્યે જ કોઈને વિશ્વાસ થશે કે આ ગર્જના સિંહની નથી પરંતુ 5 વર્ષની છોકરીની છે, જેણે ઈન્ટરનેટ દ્વારા લોકોને પોતાની ટેલેન્ટથી પોતાના ફેન બનાવી દીધા છે.

છોકરીનો આ વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ Zeebaybz પર શેર કરવામાં આવ્યો છે જે વાયરલ ક્લિપમાં તમે જોશો કે છોકરી પહેલા તે ઊંડો શ્વાસ લે છે અને તેના મોંમાં હવા ભરે છે. બીજી જ ક્ષણે તે સિંહની પરફેક્ટ ગર્જના કરીને બધાને ચોંકાવી દે છે. 

ત્યાં સુધી આ વીડિયોને 2.1 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ પણ યુવતીને જોઈને દંગ રહી જાય છે. આ વીડિયો 25 એપ્રિલે શેર કરવામાં આવ્યો છે અને યુવતીની આ પ્રતિભા જોઈને ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. લોકો આ અંગે જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj