બિલ્ડરે પોતાના અને તેની માતાના નામે 12 ફ્લેટ અને 4 દુકાનના રોકડા રૂપીયા આરોપી દંપતીને આપ્યાં બાદ બાંધકામ સાઈટ બંધ કરી દિધી: ફ્લેટ કે રૂપીયા પરત ન આપતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ

રાજકોટના બંધુલીલા ડેવલપમેન્ટના બિલ્ડર સાથે રૂ.3.26 કરોડની છેતરપીંડી

Crime | Rajkot | 23 May, 2024 | 11:41 AM
મહેશ્વરી પાર્કમાં રહેતાં અર્જુનભાઈ આહીરને મોરબી રોડ પર ચાલતી આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટના ભાગીદાર સંજય ડોબરીયા અને તેની પત્ની જ્યોત્સનાબેને સારા વળતરની લાલચ આપી રોકાણ કરવાનું કહી વિશ્વાસમાં લીધાં હતાં
સાંજ સમાચાર

 રાજકોટ. તા.23
રાજકોટમાં મોરબી રોડ પર ચાલતી આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટના ભાગીદાર સંજય ડોબરીયા અને તેની પત્ની જ્યોત્સનાબેને સારા વળતરની લાલચ આપી રોકાણ કરવાનું કહી રાજકોટના બંધુલીલા ડેવલપમેન્ટના બિલ્ડર અર્જુનભાઇ આહીર અને તેમની માતા સાથે રૂ.3.26 કરોડની છેતરપીંડી આચરી હતી. 12 ફ્લેટ અને 4 દુકાનના રોકડા રૂપીયા આરોપી દંપતીને આપ્યાં બાદ બાંધકામ સાઈટ બંધ કરી દિધી હતી. જે બાદ ફ્લેટ કે રૂપીયા પરત ન આપતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે મહેશ્વરી પાર્કમાં રહેતાં અર્જુનભાઈ ભગવાનભાઇ મઠીયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય લાલજી ડોબરીયા અને જ્યોત્સનાબેન ડોબરીયા (રહે. બંને વ્રજભૂમિ સોસાયટી, મોરબી રોડ) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 465, 467, 468, 471, 406, 420 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સેટેલાઇટ ચોકમાં પ્રવસ્થી હાઇટ્સ બિલ્ડીંગમાં બંધુલીલા ડેવલપમેન્ટ નામે ઓફીસ ધરાવી બાંધકામનો વ્યવસાય કરે છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને વર્ષ 2021 માં મોરબી રોડ, સેટેલાઇટ ચોકથી આગળ આવેલ આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટ ખાતે સંજય ડોબરીયા સાથે મુલાકાત થતા એકબીજાને ઓળખાણ થયેલ અને તેઓ જમીન-મકાનમાં રોકાણ કરતાં હોવાની વાત કરતા સંજયએ પોતાના તથા પોતાના પત્ની જ્યોત્સનાબેનની માલીકીનો આર્યન એવન્યુ નામે દુકાનો તથા ફ્લેટનો પ્રોજેક્ટ ચાલું હોવાની વાત કરી  કહેલ કે, પોતાનો આ પ્રોજેક્ટ સારો છે અને હાલ રોકાણ કરશો તો ભવિષ્યમાં પ્રોજેકટ પૂર્ણ થાય ત્યારે સારૂ એવું રીટર્ન મળશે તેમ વાત કરી રોકાણ કરવા કહેતા સંજય પાસેથી તેઓના આર્યન એવન્યુ નામના પ્રોજેકટ બાબતે માહિતી મેળવતા તેને દુકાન તથા ફ્લેટની જગ્યા પ્રમાણે ભાવ જણાવી આગામી દોઢેક વર્ષ સુધીમાં પોતાનો આ પ્રોજેકટ પૂર્ણ થઇ જશે અને પઝેશન આપી દેવામાં આવશે તેમ વાત કરતાં પ્રોજેકટમાં રોકાણ કરવા બાબતેની વાતચીત ચાલું હતી.
 

* ફરીયાદીએ 12 ફ્લેટ અને 4 દુકાન લેવાનું નક્કી કર્યું
બાદમાં સંજય ડોબરીયા અવાર-નવાર પ્રોજેકટમાં રોકાણ કરવા બાબતે કહેતા હોય અને આ પ્રોજેકટમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારૂ એવું રીટર્ન મળશે તેવું લાગતા તે પ્રોજેકટમાં રોકાણ કરવાનું નક્કી કરેલ અને આર્યન એવન્યુ નામના કોમ્પ્લેક્સમાં કુલ 12 ફ્લેટ તથા 4 દુકાનો તેમના તથા તેના મમ્મી સરોજબેન ભગવાનભાઈ મઠીયાના નામે ખરીદ કરવાનું નક્કી કરી, ફ્લેટ તથા દુકાનોના ભાવતાલ, દસ્તાવેજ તથા પઝેશન બાબતે સંજય સાથે મૌખીક ચર્ચા કરેલ હતી. તે વખતે તેને ફ્લેટ તથા દુકાનોના કાર્પેટ એરીયા પ્રમાણે ભાવ જણાવેલ હતા અને પ્રોજેકટ પૂર્ણ થયેથી દસ્તાવેજ કરી આપવા અને પઝેશન સોંપી આપવાની વાત કરેલ જેથી આ 12 ફ્લેટ તથા 4 દુકાનોની ખરીદી પેટેનું પેમેન્ટ સંજયભાઇએ મને તેઓના તથા તેમની પત્નીના બેન્ક એકાઉન્ટમાં તેમજ રોકડેથી આપવાનું જણાવ્યું હતું.
 

* બિલ્ડરે રૂ.25 લાખ ચૂકવતા નોટરાઇઝ કરી આપ્યું
ફરિયાદીને આરોપી સંજય ઉપર વિશ્વાસ હોય તે જ્યારે-જ્યારે જેટલું પેમેન્ટ આપવાનું કહેતો તે મુજબ તેઓ પેમેન્ટ ચુકવતો હતાં. સંજય સાથે તેઓના આર્યન એવન્યુ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં.3 ચો.ફૂટ આશરે 68 રૂ. 11.56 લાખ તથા દુકાન નં. 8 ચો.ફૂટ આશરે 205. 25, રૂ. 34,89,250, દુકાન નં. 9 ચો. ફૂટ આશરે 236-64, રૂ.40,24,580 એમ મળી ત્રણેય દુકાનોની કુલ કિ.રૂ.86,69,830 ની નક્કી થયેલ હોય જે પૈકી દુકાન નં. 3 અને 8 ની તેઓના નામે તથા દુકાન નં. 9 તેમના માતાના નામે ખરીદ કરવી હોય જે દુકાનોની ખરીદી પેટેની રકમ આરોપીને તેમજ તેમના પત્નીના એકાઉન્ટમાં રૂ.25 લાખ ચુકવેલ હતા. જે બદલ આરોપાએ આર્યન ડેવલોપર્સ ભાગીદારી પેઢીના વહીવટ દરજ્જે તા.05/01/2022 ના નોટરાઇઝ ચુકતે અવેજની પહોંચ લખી આપેલ હતી. અને તેઓને વિશ્વાસમાં લેવા નોટરાઇઝ ચુકતે અવેજની પહોંચમાં દુકાનો વેચનાર એટલે કે, પોતાની સ્વતંત્ર માલીકી અને કબ્જા ભોગવટાની આવેલનું લખી આપેલ હતું.
 

* દુકાનના રોકડ રૂ.51.69 લાખ ચૂકવતાં હાથ ઉછીનાની પ્રોમીસરી નોટ લખી આપી
ત્યારબાદ આરોપી સંજયએ દુકાન નં. 3, 8 અને 9 ની ખરીદી પેટે ચુકવવાના બાકી રહેતી રકમ રૂ.51,69,830 રોકડમાં ચુકવવા કહેતા તા. 21/01/2022 ના આરોપી દંપતીને રોકડા રૂ.51,69,830 તેમના ઘરે ચુકવેલ હતા. ત્યારે જ ચુકવેલ રકમના બદલામાં દંપતીએ ફરિયાદી અને તેના માતાના નામની નોટરાઇઝ પ્રોમીસરી નોટ હાથ ઉછીના લખાણ તરીકેની લખી આપેલ હતી. જેમાં આરોપીને રૂ.25,84,915 હાથ ઉછીના આપેલની તેમજ તેઓની માતાએ આરોપી જ્યોત્સનાબેનને રૂ.25,84,915 હાથ ઉછીના આપેલની વિગત લખેલ હતી. તેમજ રકમ ચુકવેલ તે બદલ આરોપી દંપતીએ ખાનગી બેંકના બે ચેક સિક્યુરીટી પેટે આપેલ હતા.
 

* વિશ્વાસ કેળવાતા ફરિયાદીએ 12 ફ્લેટ અને દુકાન પેટે રૂ.2.40 કરોડ રોકડા ચૂકવ્યાં
તેમજ આર્યન એવન્યુ કોમ્પ્લેક્સની સાઇટમાં વીંગ-એ ત્રીજા માળેના 617 સ્ક્વેર ફૂટના એક સરખા માપના 4 ફ્લેટ તથા વીંગ-બી માં ત્રીજા માળ તથા પાંચમા માળના 675 સ્ક્વેર ફૂટના ચાર-ચાર ફ્લેટ એમ મળી વીંગ-એ ના ચાર ફ્લેટ તથા વીંગ-બી ના 8 ફ્લેટ તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નં.2 જે 186 સ્ક્વેર ફૂટની હોય તે ખરીદ કરવાની હોય અને તે તમામની કુલ કિ.રૂ.2.40 કરોડ નક્કી થયેલ હતી. જે પૈકી તા.31/01/2022 ના રૂ. 3 લાખ, તા. 31/01/2022 ના રૂ.7,50 લાખ, તે જ દિવસે રૂ.4.50 લાખ મળી કટકે કટકે  અલગ-અલગ તારીખે રોકડા કુલ રૂ.2.25 કરોડ આરોપી દંપતીને તેના જ  ઘરે ચુકવેલ હતા. જે મળી કુલ 12 ફ્લેટ તથા દુકાન પેટે કુલ રૂ.2.40 કરોડની રકમ ચુકવેલ હતી. જે બદલ આરોપીએ  તા.24/03/2022 ના નોટરાઇઝ સમજુતી કરાર કરી આપેલ હતો અને વિશ્વાસમાં લેવા નોટરાઇઝ સમજુતી કરારમાં પણ આ ફ્લેટ તથા દુકાન તેઓની સ્વતંત્ર કબ્જા ભોગવટાની અને માલીકીની આવેલનું લખી આપેલ હતું.

* આરોપીએ પોત પ્રકાસ્યું, સાઈટ બંધ કરી દિધી: તેની પત્ની ભાગીદાર પણ ન હોવાનો ખુલાસો થયો
ત્યારબાદ પ્રોજેકટની સાઇટ ઉપરનું બાંધકામ બંધ થઇ જતા આરોપી સંજયને અવાર-નવાર રોકાણ બાબતે અને ફ્લેટ- દુકાનોનો કબ્જો સોંપવા બાબતે પુછતા તેઓ થોડા સમયમાં પ્રોજેકટ ફરી ચાલું થવાનો હોય ત્યાર બાદ કબ્જો સોંપી આપશે તેમ વાયદાઓ કરવા લાગેલ અને તેઓને ન તો ફ્લેટ અને દુકાનોનો કબ્જો સોંપતા હોય કે ના તો પૈસા પરત ચુકવતા ન હોય જેથી તે બાબતે તપાસ કરતા ખરેખર આ આર્યન ડેવલપર્સ ભાગીદારી પેઢીમાં  સંજયભાઈ તથા તેમની સાથે અન્ય ભાગીદારો વિઠ્ઠઠલભાઈ ભુવા, શૈલેષભાઇ પટેલ, નવીનભાઈ રાઠોડ, કેતનભાઈ મકવાણા, સંજયભાઇ ગોહેલ, દિનેશભાઈ સોરઠીયા એમ મળી કુલ 7 ભાગીદારો હોય અને આર્યન ડેવલપર્સ ભાગીદારી પેઢીમાં સંજયની પત્ની જ્યોત્સનાબેનનો કોઈ હક્ક હિસ્સો ન હોવાની હકીકત જાણવા મળી હતી. 
 

* આરોપીના ભાગીદારોએ પણ હાથ ઊંચા કરી દેતાં ફરીયાદ નોંધાવી
જે બાદ સંજયના ભાગીદારોને મળી ફ્લેટ તથા દુકાનોની ખરીદી બાબતે સંજય સાથે કરેલ રૂપીયાના વહીવટની વાત કરતા, તેઓના ભાગીદાર આરોપીએ તેઓની ભાગીદારી પેઢીમાં રૂપીયા જમા કરાવેલ ન હોવાનું જણાવી, સંજયભાઇએ સ્વીકારેલ રકમમાં તેઓની કોઇ જવાબદારી નહિ હોવાની વાત કરી કોઇ જવાબ આપેલ નહિ, જેથી આરોપી દંપતીએ તેઓને  આર્યન ડેવલપર્સ ભાગીદારી પેઢીના આર્યન એવન્યુ નામના ચાલતા કોમ્પ્લેક્સના પ્રોજે ક્ટ બાબતે ખોટી હકીકત જણાવી વિશ્વાસમાં લઇ રોકાણ કરવાની લાલચ આપી કુલ રૂ.3,26,69,830 ની રકમ મેળવી બાદમાં તમામ રકમ તેઓની ભાગીદારી પેઢીમાં જમા નહિ કરાવી હડપ કરી જઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

♦બિલ્ડર સાથે ઠગાઈ કરનાર આરોપી જ્યોત્સનાબેન સરકારી શિક્ષક છે
રાજકોટ. તા.23

રાજકોટના બંધુલીલા ડેવલપમેન્ટના બિલ્ડર સાથે રૂ.3.26 કરોડની છેતરપીંડી આચરનાર આરોપી જ્યોત્સનાબેન ડોબરીયા સરકારી શિક્ષક છે અને હાલ માસુમ વિદ્યાલયમાં નોકરી કરતાં હોવાનું ફરિયાદીના ભાઈ હિતેશભાઈએ જણાવ્યું હતું. ઉપરાંત વધુમાં ઉમેર્યું હતું કે, જ્યોત્સનાબેનની આર્યન ડેવલપર્સમાં ભાગીદારી ન હોવા છતાં તેના પતિએ ભાગીદાર બતાવી દંપતીએ ઠગાઈ આચરી હતી.

♦દંપતી અનેક લોકોના લાખો રૂપીયા ચાંઉ કરી 
ગયાં: અગાઉ પોલીસમાં અરજી પણ થયેલ હતી
રાજકોટ. તા.23

આર્યન ડેવલપર્સમાં ભાગીદાર સંજય ડોબરીયા અને તેની પત્ની જ્યોત્સનાબેને ફ્લેટ અને દુકાનો આપવાનું કહીં અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધાનું ફરીયાદીએ જણાવ્યું હતું. એક ગુનો નોંધાયા બાદ ઘણાં ભોગ બનનાર સામે આવશે. તેમજ અગાઉ બે વર્ષ પેહલાં બી. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ 5 અરજી પણ થઈ ચૂકી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj