(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
સુરેન્દ્રનગરના વિમલનાથ સોસાયટીના રહીશ દેવાંશી શાહના પિતા કમલેશભાઇએ તેમના માટે સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સયોરન્સ લિ. કંપની પાસેથી રૂ. 29,529 ભરી 31-1-22થી 30-1-23 સુધીની મેડિક્લેઇમ પોલિસી લીધી હતી. દેવાંશી કોલેજમાં ડાન્સ પ્રેક્ટિસ કરતા પડી જવાથી પગની ઘૂંટીમાં ઇજા થઇ હતી. આથી અમદાવાદ સારવાર માટે લઇ જવાતા સર્જરી કરવી પડી હતી. જેમાં રૂ.1,50,000 લાખનો ખર્ચ થયો હતો.
આથી વીમા કંપની પાસે ક્લેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ક્લેઇમ નામંજૂર કર્યો હતો. દેવાંશીબેને વકીલ પી.એચ.વૈષ્ણવ મારફત ગ્રાહક તકરાર નિવારણ આયોગ સુરેન્દ્રનગરમાં કેસ કર્યો હતો. જેમાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ પ્રમુખ અન્નપૂર્ણાબેન પી કંસારા, સભ્ય એસ.જી.વાઘેલા, સભ્ય અર્ચનાબેન પંડ્યા, વીમા કંપનીએ ફરિયાદી 1,50,000 રકમ 7 ટકા વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy