આઇટી એકટ મુજબ મેસેજીંગ પ્લેટફોર્મ સહિતના સોશ્યલ મીડિયા પરના સંદેશાઓની ગુપ્તતા તોડવા મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી

-તો ભારતમાં અમારી સેવા બંધ કરવાની ફરજ પડશે : વોટસએપની ચેતવણી

India, Technology | 26 April, 2024 | 11:36 AM
વોટસએપ પર મોકલાતા સંદેશાઓ એનક્રિપ્શન હેઠળ સુરક્ષિત હોય છે અને પ્લેટફોર્મ પણ તે વાંચતું નથી : સંદેશાઓની માહિતી સરકારને આપવા સામે વિરોધ : બ્રાઝીલ સહિત દુનિયામાં આવો કાનુન નથી : જબરી દલીલ : ભારતના બંધારણમાં અપાયેલ નાગરિકોના અધિકારને પણ આગળ ધર્યો
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 26
દેશમાં અમલી બનેલા ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એકટ-2021ને પડકારતી રીટ અરજી સમયે સોશ્યલ મીડિયા જાયન્ટ વોટસએપએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેના પ્લેટફોર્મ પરના મેસેજ પર એનક્રિપ્શન દુર કરવાની ફરજ પાડવામાં આવશે તો તેને ભારતમાં તેની સેવા બંધ કરવાની ફરજ પડશે.

આઇટી એકટ-2021માં ભારતમાં વોટસએપ  સહિતની સોશ્યલ મીડિયા અને મેસેજીંગ કંપનીઓને આવરી લેવાય છે અને તેમાં વોટસએપના જે મેસેજ એન્ડ ટુ એન્ડ  એનક્રિપ્શન એટલે કે સંદેશ મોકલનાર અને સંદેશ મેળવનાર બે જ વ્યકિત તે મેસેજના કન્ટેનની માહિતી મેળવી શકે છે તથા વોટસએપ ખુદ તે મેસેજ વાંચી શકતું નથી તેવી ગુપ્તતા સાથેના આ પ્લેટફોર્મ પર આઇટી એકટના અમલથી તેના મેસેજને ટ્રેસ કરવાની અને તેને મોકલનારની ઓળખ પણ નિશ્ચિત કરવાની રહે છે.

પરંતુ ભારત સહિત વિશ્વમાં એનક્રિપ્શનના મુદે કોઇ પણ સમાધાન નહીં કરવા વોટસએપે લીધેલા નિર્ણય સામે હવે પડકાર સર્જાયો છે. વોટસએપે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ આ અંગેની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે એક પ્લેટફોર્મની રીતે કામ કરીએ છીએ અને અમને જો એનક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો અમે અમારી સેવા બંધ કરવાની ફરજ પડશે.

વોટસએપની પેરેન્ટ કંપની મેટા વતી હાઇકોર્ટ સમક્ષ રજુ થયેલા ધારાશાસ્ત્રીએ ડિવિઝન બેન્ચને જણાવ્યું કે આઇટી એકટની આ જોગવાઇથી એનક્રિપ્શન નબળુ બનશે. મેટાના ધારાશાસ્ત્રી દ્વારા આ બાબતમાં દેશના સંવિધાનમાં લોકોને જો ગુપ્તતાનો અધિકાર અપાયો છે તેને પણ આગળ ધર્યો હતો. વોટસએપના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી વિશ્વના કોઇ દેશોમાં આ પ્રકારનો કાનુન નથી.

બ્રાઝીલમાં પણ નથી અમે એક પૂરી ચેન રાખીએ છીએ અને તેમાં અમને પણ (વોટસએપ પ્લેટફોર્મ)ને પણ એ ખબર હોતી નથી કે કોઇ મેસેજ કોણે કોને મોકલ્યો છે અને તે સંદેશાને ડિક્રીપ્ટ કરવાનો અર્થ એમ છે કે અમારે  રોજના લાખો સંદેશાઓને સ્ટોર કરવા પડશે અને તેમાં પણ તે મુળ મોકલનારને શોધવાનું પણ અત્યંત મુશ્કેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj