www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરનું વેચાણ થાય તે જ દિવસે નાણાં મળી જશે

25 સ્ક્રીપોમાં ટી+0 સેટલમેન્ટ લાગૂ: આવતા વર્ષે સંપૂર્ણ અમલ થશે


શેરબજારમાં સૌથી ઝડપી સેટલમેન્ટ સિસ્ટમ લાગૂ કરનાર ભારત પ્રથમ દેશ

સાંજ સમાચાર

મુંબઇ, તા.28
ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી તથા ઇન્વેસ્ટરોની વધતી સંખ્યા વચ્ચે નવા-નવા સુધારા લાગૂ પાડવામાં આવી જ રહ્યા છે. આજે 25 સ્ક્રીપોમાં સેઇમ-ડે (ટી+0) સેટલમેન્ટ સિસ્ટમ લાગૂ થઇ છે. શેર વેચાય તે જ દિવસે નાણાં જમા થઇ જશે. આ સિસ્ટમ લાગૂ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ છે. આવતા વર્ષથી તમામ સ્ક્રીપોમાં આ સિસ્ટમ લાગૂ થઇ જવાનું સેબીએ જાહેર કર્યું છે.

મુંબઇ શેરબજારમાં આજથી 25 સ્ક્રીપોમાં ટી+0 સેટલમેન્ટનો અમલ શરુ કરાયો હતો. અમુક બ્રોકર પુરતી જ આ સિસ્ટમ લાગૂ થઇ છે. અત્યાર સુધીની સિસ્ટમમાં શેરનું વેચાણ કર્યા બાદ એક દિવસ પછી નાણાં મળતા હતા તેવી જ રીતે શેર ખરીદીના એક દિવસ બાદ ખાતામાં શેર જમા થતાં હતા. હવે વેચાણના દિવસે જ ઇન્વેસ્ટરોના ખાતામાં આવી જશે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સિસ્ટમ ચાલુ થઇ હોવાથી હજાુ ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ પણ ચાલુ રાખવામાં આવી છે. સેબીના કહેવા પ્રમાણે સિસ્ટમના સંપૂર્ણ અમલમાં હજાુ એક વર્ષનો સમય નીકળી જશે.

જાણકારોના કહેવા પ્રમાણે આ સિસ્ટમથી રોકાણકારોને ફાયદો થશે. સમાન દિવસે નાણાં જમા મળતા હોવાથી તે જ દિવસે બીજા શેર ખરીદવા હોય તો ખરીદી શકશે. વર્તમાન સિસ્ટમમાં એક દિવસ રાહ જોવી પડે છે. આ સિવાય નાણાં સીધા ઇન્વેસ્ટરના ખાતામાં આવશે એટલે કોઇ જોખમ નહીં રહે. રોકાણકારોનો વિશ્ર્વાસ વધશે.

હાલ લાગૂ કરાયેલી નવી સિસ્ટમમાં બે તબકકે સેટલમેન્ટ નક્કી થયું છે. બપોરે 1.30 વાગ્યા સુધીના સોદાનું સાંજે 4-30 સુધીમાં સેટલમેન્ટ થશે ત્યારે ત્યાર પછી 3-30 વાગ્યા સુધીના સોદામાં ટ્રેડ બાય ટ્રેડ સેટલમેન્ટની સુવિધા હશે. સેઇમ-ડેનું સૌથી ઝડપી સેટલમેન્ટ લાગૂ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ છે.

 

 

Print