www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

છરી સાથે રોફ જમાવી વિડીયો વાયરલ કરનાર મેઘમાયાનગરના સાવન ચાવડાની ધરપકડ


વિડીયો વાયરલ થતાં જ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.11

સોશિયલ મીડિયામાં વાયરલ થવાં યુવાનો જાહેરમાં હથિયારો સાથે રિલ્સ બનાવી પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે અને સાથે સાથે અન્ય લોકોને પણ હની પહોંચે તેવા કૃત્ય કરી વિડીયો વાયરલ કરતાં હોય છે. ગઈકાલે મવડી વિસ્તારમાં છરી સાથે રોફ જમાવી વિડીયો વાયરલ કરનાર મેઘમાયાનગરના સાવન ચાવડાની માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે કોન્સ્ટેબલ ભાવેશ ગઢવી સહિતનો સ્ટાફ પોલીસ મથકે હાજર હતો ત્યારે એક ખાનગી ચેનલ પર એક વિડીયો અપલોડ થયેલ જેમાં જાહેર રોડ પર ખુલ્લી છરી રાખી વીડીયો બનાવી વાયરલ થયેલ હોવાનું જોવામાં આવતા કાયદેસર કાર્યવાહી કરવા પીઆઈ જે. આર. દેસાઈએ સૂચના આપતાં  વાયરલ વીડીયોમાં દેખાતા વ્યક્તિને શોધવા માટે ટીમ કામે લાગી હતી.

દરમિયાન બાતમી મળેલ કે, સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ શખ્સ સાવન ચાવડા હોવાનું અને તે રાજનગર ચોક મેઘમાયાનગરમાં રહેતો હોવાનુ જાણવા મળતા ઘરે જઈ  આરોપી સાવન વિરેન્દ્ર ચાવડા (ઉ.વ.24) ની ધરપકડ કરી પૂછપરછ કરતાં  છરી સાથેનો વાયરલ થયેલ વિડીયો ગઇ તા. 08 ના  રાત્રીના સમયે મોબાઇલ ફોનમાં ઉતારી પોતાના મીત્રને ઇન્સટાગ્રામ મારફતે મોકલતા તેના મીત્રએ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં સ્ટોરીમાં વિડીયો અપલોડ કરી ડીલેટ કરી નાખેલ હતો. પોલીસે વિડીયોમાં દેખાતી છરી કબ્જે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

 

 

Print