www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવનિર્મિત રામમંદિરમાં પ્રથમ રામનવમી ઉજવવા તૈયારી

અયોધ્યામાં રામમંદિરમાં 9 એપ્રિલથી શરૂ થઈ જશે રામ જન્મોત્સવ


રામનવમીએ લાખોની ભીડને નિયંત્રણમાં રાખવા પ્લાન

સાંજ સમાચાર

અયોધ્યા,તા.29

અત્રે રામમંદિરમાં 17મીએ રામજન્મની ઉજવણીનો આરંભ 9મી એપ્રિલથી શરૂ થઈ જશે અને 9 દિવસ રામ જન્મોત્સવની ઉજવણી થશે. રામનવમીના આ 9 દિવસના જન્મોત્સવ દરમિયાન 50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી શકે છે. જયારે રામનવમીએ મંદિર 24 કલાક ખુલ્લું રહી શકે છે.

રામમંદિરના નિર્માણ બાદ આ પહેલી રામનવમી છે. આ અવસરે સાતમથી જ ત્રણ દિવસમાં દરરોજ સરેરાશ 15 લાખ દર્શનાર્થીઓ ઉમટી શકે છે. આ ઉજવણીને લઈને રાજયના મુખ્ય સચિવ દુર્ગાશંકર મિશ્ર અને ડીજીપી પ્રશાંતકુમાર ગુરુવારે અયોધ્યા પહોંચ્યા હતા અને 9 દિવસ સુધી ચાલનાર રામ જન્મોત્સવની તૈયારી અને રામમંદિરમાં દર્શનની વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી હતી.

મંદિરના ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે રામનવમીએ રામમંદિરે પહોંચનારા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવામાં આવી રહી છે. જે રસ્તાથી તેમને દર્શન માટે પહોંચાડવાના છે તે રસ્તો કવર કરવામાં આવી રહ્યો છે તેના માટે જર્મન હેંગરનો પંડાલ બનાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત યાત્રી સુવિધા કેન્દ્રનું નિર્માણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રામનવમીના 3 દિવસ પહેલા જ રામમંદિરમાં ભાંગ, પુજન, આરતીના સમયને બાદ કરતા મંદિર 24 કલાક ખુલ્લું રહેશે.

Print