www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેજરીવાલે ખુદે અદાલતમાં પોતાનો પક્ષ રાખ્યો


એક આરોપીએ છ નિવેદન આપ્યા તેમાં મારૂ નામ ન હતું, સાતમા નિવેદનમાં મારૂ નામ લીધુ અને તે છુટી ગયા : ઇડી સામે આકરા આક્ષેપો મુકતા દિલ્હીના મુખ્યમંત્રી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.28
આજે શરાબ કાંડમાં રીમાન્ડ અરજીની સુનાવણી સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનો પક્ષ રાખ્યો હતો અને કહ્યું કે સમગ્ર પ્રકરણમાં ચાર સ્ટેટમેન્ટમાં એક-એક જગ્યાએ તેમનું નામ છે. શું તે કોઇ મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે. ઇડીએ જોકે કહ્યું કે મુખ્યમંત્રી પણ કાયદાથી પર નથી. ઉપરાંત તેઓ ઇડીની પુછપરછના  સીધા જવાબ આપ્યા નથી.

કેજરીવાલે દલીલમાં કહ્યું કે હું ઇડી ઓફિસરને ધન્યવાદ કહેવા માંગુ છું કે આ કેસ ચલાવતા ચલાવતા બે વર્ષ થઇ ગયા મને કોઇપણ કોર્ટમાં દોષિત ઠરાવી શકાય તેવા પુરાવા નથી. તેમ છતાં મારી ધરપકડ કરવામાં આવી. ઇડીએ રપ હજાર અને 31 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ કર્યુ છે

આપ બંને સાથે વાંચી લો તો ખ્યાલ આવી જશે. જજે કેજરીવાલને લેખિતમાં આપવા કહ્યું તો કેજરીવાલે જવાબ આપ્યો કે હું બોલવા માંગું છું, આ કેસમાં એવા લોકોને સાક્ષી બનાવાઇ રહ્યા છે જેઓ અગાઉ આરોપી હતા. એક સાક્ષીએ સાત નિવેદન આપ્યા છે જેમાં 6માં મારૂ નામ નથી અને સાતમા મારૂ નામ આવે છે અને તે સાક્ષી છુટી જાય છે. 100 કરોડનો ગોટાળો છે તો પૈસા કયાં છે  ઇડીનો એક જ હેતુ છે તે મને ખત્મ કરવાનો જેને મને નાણા આપ્યાનું કહે છે તેને ભાજપને પપ કરોડનું ડોનેશન આપ્યું છે. મારી ધરપકડ થયા બાદ પ0 કરોડ આપ્યા છે. મને ગમે તેટલા દિવસ કસ્ટડીમાં રાખો તો તે પણ એક ગોટાળો છે. 

Print