www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીની આસ્થાભેર ઉજવણી


સાંજ સમાચાર

વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાનશ્રી પરશુરામ જયંતીની રાજકોટમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.રાજકોટમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી.જે પંચનામ મંદિરેથી શરૂ થઈને રૈયાગામ પાસે આવેલા પરશુરામ ધામખાતે સંપન્ન થઈ હતી. ત્યાં મહાઆરતી બાદ મહાપ્રસાદ યોજવામાં આવેલ જેનો લાભ હજારો ભુદેવોએ લીધો હતો.

તેમજ બ્રહ્મસેના દ્વારા ગઈકાલે સવારે ધર્મયાત્રાનું આયોજન પાણીના ઘોડા-પેડક રોડથી કરવામાં આવેલ વિવિધ માર્ગો પરથી પસાર થઈને પંચનાથ મંદિરે વિરામ પામી હતી.ઉપરોકત તસ્વીરો પરશુરામ શોભાયાત્રાની છે.
(તસ્વીર: દેવેન અમરેલીયા)

Print