www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બે સાયકલોનિક સરકયુલેશન - ટ્રફથી ઝંઝાવાતી વાતાવરણ સર્જાયુ

દિલ્હીમાં આફતની આંધી : અનેક રાજયોમાં હવામાન પલ્ટો


► પાટનગરમાં વરસાદ-50 થી 77 કીમીનાં પવન સાથે ધુળની આંધી ફુંકાઈ : ઢગલાબંધ વૃક્ષો-અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત-27 ઘાયલ: ભીષણ ટ્રાફીક જામ

સાંજ સમાચાર

► રાજસ્થાન, તામીલનાડુ, ઉતરાખંડ, કાશ્મીર, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, સહીત અનેક રાજયોમાં ત્રણેક દિવસ ઝંઝાવાત-વરસાદનું એલર્ટ

નવી દિલ્હી,તા.11
આકરા ઉનાળાનો સામનો કરતા દેશનાં પાટનગર દિલ્હી સહીતનાં અનેક ભાગોમાં હવામાન પલ્ટો સર્જાયો છે. દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે આંધી-તોફાનનું તાંડવ સર્જાતા સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વાળ્યો હતો અને મકાનો ધરાશાયી થયા હતા. ભીષણ ટ્રાફીક જામ વચ્ચે બે લોકોના મોત થયા હતા. જયારે 23 લોકો ઘાયલ થયા હતા. ઉતરાખંડ, તામિલનાડુ તથા રાજસ્થાનમાં પણ સમાન હાલત હતી અને અનેક રાજયોમાં વરસાદ-આંધી ફુંકાવાની આગાહી કરવામાં આવી હતી.

પાટનગર દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રે એકાએક આંધીની આફત સર્જાઈ હતી. વરસાદ વચ્ચે આંધી ફુંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનો-ઈમારતો ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જમીન દોસ્ત થયા હતા. વૃક્ષ નીચે દબાઈ જતા બે લોકોનાં મોત નિપજયા હતા. જયારે છ ઘાયલ થયા હતા. ઈમારત પડવાની ઘટનામાં 17 લોકો ઘાયલ થયા હતા.

ઝંઝાવાતનો પગલે અનેક ભાગોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.સતાવાર રીપોર્ટ પ્રમાણે રાત દરમ્યાન ઝાડ પડવાના 152 કોલ આવ્યા હતા. જયારે મકાન-ઈમારતો ઘસી પડવાના 55 કોલ આવ્યા હતા. માર્ગો પર વૃક્ષો ઘસી પડવાથી ઠેકઠેકાણે ટ્રાફીક જામ સર્જાયો હતો. ઝંઝાવાત દરમ્યાન જુદા જુદા ભાગોમાં 50 થી 77 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો. વરસાદ-ધુળ સાથેની આંધીથી વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હોર્ડીંગ પણ ધરાશાયી થયા હતા.

પાટનગરમાં ખરાબ હવામાનને કારણે 9 ફલાઈટ જયપુર ડાઈવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગે લોકોને સુરક્ષીત સ્થળે રહેવા તથા બહાર નહી નીકળવાની સુચના જાહેર કરી હતી.

બીજી તરફ દેશનાં અનેક રાજયોમાં વિજળીનાં કડાકાભડાકા સાથે ઝંઝાવાતી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. ઉતરાખંડ, તામીલનાડુ, રાજસ્થાન, પંજાબ, હરીયાણા, પશ્ચિમી ઉતર પ્રદેશ, મેઘાલય, અરૂણાચલ તથા કેરળમાં તોફાની વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ તથા જમ્મુ-કાશ્મીરમાં પણ ખરાબ હવામાનનું ઓલેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ સુધી આ સ્થિતિ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉતરપૂર્વ આસામ પર સાયકોલોનિક સરકયુલેશન સર્જાયુ છે. અન્ય એક સાયકલોનીક સરકયુલેશન પૂર્વીય બાંગ્લાદેશ પર છે.ઉપરાંત પૂર્વીય આસામથી ઉતરીય ઓરીસ્સા સુધી ટ્રફની સ્થિતિ છે. હિમાચલ પ્રદેશમાં તા.13 સુધી ખરાબ હવામાનનું એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.

પુના સહિતના મહારાષ્ટ્રના શહેરોમાં તોફાની વરસાદ: વિજળી ત્રાટકતા વૃક્ષ સળગ્યુ
મહારાષ્ટ્રના પુના સહિતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદ ત્રાટકયો હતો. પવનના ઝંઝાવાત વચ્ચે વૃક્ષો ધસી પડયા હતા. પુનાના હદયસર વિસ્તારમાં વિજળી ત્રાટકતા એક વૃક્ષ ભડભડ સળગ્યુ હતુ. આજે પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

 

Print