www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સીબીઆઈએ પ્રફુલ પટેલનો એર ઈન્ડિયાનાં ભ્રષ્ટાચારનો કેસ બંધ કર્યો: ચૂંટણીમાં ઝુકાવશે


એર ઈન્ડિયાને વિમાનો ભાડા પટ્ટે આપવામાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ હતો, રાજયસભા ચૂંટણી માટે પ્રફુલ પટેલ ઉમેદવારી કરશે

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર જુથ)ના નેતા પ્રફુલ્લ પટેલ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારનાં કેસને 2017 માં નોંધાયેલા બંધ કરી દેતા ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે.આ સાથે અજીત પવારની એનસીપી દ્વારા પ્રફુલ પટેલને રાજયસભાનાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દેવાઈ છે.

સીબીઆઈએ મે 2017 માં સુપ્રિમ કોર્ટનાં આદેશ પર નાગરીક ઉડ્ડયન મંત્રાલય અને એર ઈન્ડીયાના અધિકારીઓ વિરૂદ્ધ એર ઈન્ડીયા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલા વિમાનોમાં અનિયમીતતાના આરોપોની તપાસ માટે કેસ નોંધ્યો હતો. આશરે સાત વર્ષ સુધી આ કેસની તપાસ કર્યા બાદ સીબીઆઈએ પ્રફુલ પટેલ, એમઓસીએ અને એર ઈન્ડીયાનાં તત્કાલીન અધિકારીઓને કિલનચીટ આપીને તપાસ બંધ કરી દીધી છે.

માર્ચ 2024 માં સક્ષમ અદાલત સમક્ષ કલોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.5 જુલાઈ, 2023 ના રોજ એનસીપીનાં તત્કાલીન કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે શરદ પવાર પર ટીપ્પણીમાં કહ્યું હતું કે એનસીપી સુપ્રિમો શરદ પવાર સાથે 23 જુને ભારતની બેઠક માટે પટના ગયા ત્યારે તેમને હસવાનું મન થયું હતું. 

હું પવાર સાહેબ સાથે પટનામાં સંયુકત વિપક્ષની બેઠકમાં ગયો હતો. મેં ત્યાંનું દ્રશ્ય જોયુ ત્યારે મને હસવાનું મન થયુ ત્યાં 17 વિરોધ પક્ષો હતા. તેમાંથી સાત પાસે લોકસભામાં માત્ર 1 સાંસદ છે.

 

Print