www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એક ખૂબ જ નાનકડી ચિપ ડિઝીટલ ડેટાની કરશે જડબેસલાક સુરક્ષા


ચિપનો ઉપયોગ મોબાઈલની સાથે લેપટોપમાં પણ થઈ શકશે: હેકર્સથી પણ ડેટા બચાવશે આ ચિપ

સાંજ સમાચાર

પ્રયાગરાજ તા.30
 ડિઝીટલ યુગમાં ડેટાની સુરક્ષા એક મોટો પડકાર છે. ડિવાઈસથી ડેટા લીક ન થાય તે માટે ટ્રિપલ આઈટીના ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના પ્રો. મનીષ ગોસ્વામીએ એક એવી આધુનિક ડેટા ચિપ તૈયાર કરી છે, જે ગોપનીય ડેટાને ફુલ પ્રુફ સુરક્ષા આપશે.

આ ચિપનું સફળ પરીક્ષણ થઈ ચૂકયું છે ચિપનો ઉપયોગ મોબાઈલની સાથે જ લેપટોપમાં પણ થઈ શકશે. પ્રો. ગોસ્વામીએ જણાવ્યું હતું કે ક્રેડીટ કાર્ડ અને ઓનલાઈન શોપીંગ દરમિયાન આપીએ છીએ ઘણીવાર અજાણી વ્યકિત કે હેડાર એ જાણકારીનો ખોટો ઉપયોગ કરી લે છે. ટેકનિકલ ભાષામાં ડેટાને સાઈબર ટેકસ્ટ કહે છે.

એન્ક્રીપ્શન એક પધ્ધતિ છે, જેનાથી કોઈ ડેટાને સિક્રેટ કોડમાં બદલવામાં આવે છે. જેથી તે જાણકારી ગુપ્ત રહે, જેના માટે તેને એન્ક્રિપ્ટ કરવામાં આવ્યું છે. મેટા ઈન્સ્ટેબિલિટીના કોન્સેપ્ટ પર ડિઝાઈન આ ચિપ માટે એક ખાસ રીતથી રેન્ડમ નંબર જનરેટર વિકસિત કરાયું છે, જે ગોપનીય માહિતીઓની આ પ્રકારની કોડીંગ જનરેટ કરશે કે તેનું અનુમાન લગાવવું ઘણું મુશ્કેલ બની જશે

ખૂબ જ નામી ડિવાઈસ 180 નેનો મીટર ટેકનોલોજીથી તૈયાર થયેલી આ ચિપ આકારમાં નાની હોવાની સાથે જ ઓછા પાવરનો ઉપયોગ કરે છે. તેની સ્પીડ ઘણી તેજ છે. આ ચિપ ભારતમાં મોહાલીમાં બની છે. ચેન્નાઈમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં 5-જી નેટવર્કમાં પણ ઉપયોગી સાબિત થશે.

હેકર્સથી બચશે ડેટા
 પ્રો. મનીષે જણાવ્યું હતું કે આ ચિપથી હેકર્સના મનસૂબાઓ પર પાણી ફરી વળશે.

 

Print