ધોળાપીર દાદાના નામ ઉપરથી વઢવાણનું ધોળીપોળ નામકરણ થયેલ !

08 April 2021 01:27 PM
Surendaranagar
  • ધોળાપીર દાદાના નામ ઉપરથી વઢવાણનું ધોળીપોળ નામકરણ થયેલ !
  • ધોળાપીર દાદાના નામ ઉપરથી વઢવાણનું ધોળીપોળ નામકરણ થયેલ !
  • ધોળાપીર દાદાના નામ ઉપરથી વઢવાણનું ધોળીપોળ નામકરણ થયેલ !

ઐતિહાસિક નગરી વર્ધમાનપુરીનો ઇતિહાસ:વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામી, કવિ દલપતરામ, પૂ. ગાંધીજી સહિતની હસ્તીઓનાં સંભારણા છે

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 8
વઢવાણ શહેર એટલે એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતું ગામ છે આ વઢવાણ શહેરમાં કવિ દલપતરામ તેમજ ભગવાન મહાવીર સ્વામી તેમજ ગાંધીજી સહિતના અનેક મહાનુભાવો અને મોટી મોટી હસ્તીઓ આ શહેરમાં રાતવાસો કરી ગઈ હોવાના પુરાવા આજે પણ મોજુદ જોવા મળી રહ્યા છે ત્યારે આજથી વર્ષો પહેલા જૂની પેઢીમાં વર્ધમાન પુરી નામથી આ ગામની ઓળખ હતી આ ગામમાં મોટાભાગે કુટુંબને પરિવારોનો મોટી માત્રામાં વસવાટ હતો ત્યારે સમય બદલાતા અને સમય સંજોગો ઊભા થતાં આ ગામમાં હાલમાં માત્ર થોડા જૈન ઘર છે.


વર્ષો પહેલા વર્ધમાનપુરી નામ બદલી અને વઢવાણ શહેર નામ નું નામકરણ કરવામાં આવ્યું વઢવાણ શહેર ફરતો કિલ્લો બાંધવામાં આવ્યો છે જેના સાત દરવાજા અને આઠ ની બારી આવેલી છે આ વઢવાણ શહેર ઐતિહાસિક નગરી માં શહેરના પ્રવેશદ્વાર ઉપર જ ધોળી પોળ નામનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં જાણવા મળી રહ્યું છે કે ધોળીપોળ ની બાજુમાં ભોગાવો નદી આવેલી છે નદીના કાંઠા ઉપર વર્ષો પહેલા ખેતરમાં પીલુડી ના પાંદડામાં લાઈલાહા ઈલ્લ મોહમ્મદ રસુલીલા લખેલા પાંદડા વઢવાણમાં જોવા મળ્યા હતા ત્યારે આ પટેલના ખેતરમાં એક કબર જોવા મળી હતી જે વર્ષો પહેલા હઝરત સુલતાન શાહ બાવા ઓળખે ધોળા પીર દાદા નામથી થાય છે ત્યારે હાલમાં જાણવા મળી રહેલ વિગતો અનુસાર વઢવાણ શહેરના ભોગવવા નદીકાંઠે હજરત સુલતાન સા બાવાના બેસણા છે આ સમયે કથિત લોકોના કહેવા મુજબ રાણકદેવી સતી થવા વઢવાણ નગરમાં અગ્નિ માંગવા નીકળ્યા હતા પરંતુ નગરજનોએ અગ્નિ ન આપતા પાણી વગરનું ગામ રહેશે તેવો શ્રાપ રાણકદેવીએ વઢવાણ શહેર ને આપ્યો હતો આ વાસ્તવિકતા છે.


આ સમયે રાણકદેવી આજ રાત સુલતાન શાહ પાસે અંગાર માંગ્યો હતો પરંતુ હઝરત સુલતાન બાવા ઉર્ફે ધોળા પીર દાદા વઢવાણ નગરને પાણી વગર રહેશે તો શ્રાપ આપ્યો હતો તેપાછો ખેંચવા કહ્યું હતું ત્યારે રાણકદેવીએ ભોગવા નદીમાં પાણી નહીં રહે તેવો શ્રાપ આપી વઢવાણ ને શ્રાપમાંથી મુક્તિ કર્યું હતું તેવું 80 વર્ષના ભાઈ મિલજાએ જણાવ્યું હતું વડવાણ ભોગાવો નદી કાંઠે એક ઝાડ હતું જેમાં દરેક પાન પર અલ્લાહ અને મહંમદ લખેલું જોવા મળતા લોકો પણ ઘરે લઇ ગયા હતા શહેરના અનેક મુસ્લિમ પરિવારો આજે પણ આ પાંદડા સાચવી રાખ્યા નો પઠાણ દિલાવર ખાન અબ્દુલ ખાન દ્વારા જણાવવામાં આવ્યું હતું વઢવાણ ધોળીપોળ વિસ્તારનું નામ પણ ધોળા પીર દાદા ની જગ્યા પર પડ્યું હતું વઢવાણ ભોગાવો નદી કાંઠે હઝરત સુલતાનપુર પે ઘોડા પીર દાદા ની દરગાહ ઇતિહાસ બની છે દર રજબચાંદ 10 અને 11 ના દિવસે ધોળા પીર દાદા નો થાય છે જેમાં હિન્દુઓ અને મુસ્લિમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કોમી એકતાના દર્શન કરાવ્યા છે ત્યારે આ તમામ માહિતી લોકો પાસેથી જાણવા મળ્યું હોવા અનુસાર આપવામાં આવી છે.


નદી કાંઠે રાણક દેવીનું મંદિર
વઢવાણના નદીકાંઠે આજે પણ રાણકદેવી નું મંદિર આવેલું છે જ્યાં પણ અનેક લોકો પોતાની આસ્થા સાથે આ મંદિરમાં દર્શન માટે જાય છે ત્યારે વઢવાણમાં બારી રોડ પાસે રાણકદેવીનું મંદિર આવેલું છે જ્યાં ગોંડલ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતાં હોય છે અને રાણકદેવી ના મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે.


ભગવાન મહાવીર સ્વામીની પાદુકા પણ છે
વઢવાણના ભોગાવો નદીના કાંઠે ઐતિહાસિક રીતે જોવા જઈએ તો એક બાજુ ધોળા પીરદાદા સુલતાન શાહ બાવા ની દરગાહ આવેલી છે જ્યારે બીજી બાજુ સામેના ભાગમાં રાણકદેવીની જગ્યામાં રાણકદેવીનું મંદિર પણ આવેલું છે ત્યારે થોડે આગળ જતાં ભોગાવો નદીના કાંઠે સમસાનની બાજુમાં આવેલું એક મહાવીર સ્વામી ભગવાનની ડેરી આવેલી છે જ્યાં મહાવીર સ્વામી ભગવાનના પાદુકા ચરણ આજે પણ જેની પૂજા મુંબઈ અમદાવાદ વડોદરા સુરત જેવા મોટા મહાનગરોમાં થી જૈન સમાજ આવે છે જ્યાં ઉતરી અને પૂજાપાઠ કરે છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી ની જન્મ જયંતી આ બનાવેલું મંદિર અને તેમની ચરણ પાદુકા ના દર્શનનો લાભ મોટી માત્રામાં જૈન લોકો લે છે આ રીતે વઢવાણમાં ઐતિહાસિક નગરી માં ભગવાન મહાવીર સ્વામીની પણ ચરણ પાદુકા આજે પણ મોજૂદ હાલમાં જોવા મળી રહી છે.


કવિ દલપતરામ અહીં જન્મ્યા હતા
વઢવાણ શહેરની ઐતિહાસિક નગરીમાં જ્યાં કવિ દલપતરામ નો જન્મ થયો ત્યારે વઢવાણ શહેરમાં ઐતિહાસિક નગરી માં આજે પણ કવિ દલપતરામ બાગ વઢવાણ શહેરના લાખુપોળઉપર રોડ ઉપર જતા રસ્તા ઉપર આવે છે ત્યારે આ એક ઐતિહાસિક નગરી વર્ધમાન પુરી વઢવાણમાં કવિ દલપતરામ પણ જ્યાં તેમનો જન્મ થયો અને ઐતિહાસિક નગરી માં કવિ દલપતરામે વઢવાણ નું નામ પણ એક ઐતિહાસિક અક્ષરે લખી અને વઢવાણ અને ઓળખ આપી તેઓ હાલમાં અમિત ભાઈ કંસારા દ્વારા જણાવવામાં આવ્યું હતું.


ઐતિહાસિક નગરીની જાળવણી જરૂરી
વઢવાણ શહેરમાં ઐતિહાસિક નગરી ની કોઈ દેખભાળ રાખવામાં આવતી ન હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ શહેરમાંઐતિહાસિક નગરી તરીકે એક ઘર શાળા પણ આવેલી છે જેમાં વઢવાણના પૂર્વ ધારાસભ્ય અરવિંદ ભાઈ આચાર્ય સાદા અપૂર્ણ પોતાનું જીવન વિતાવી અને આજે પણ એમનો પરિવાર ઘર શાળા માં વસવાટ કરી રહ્યો છે ત્યારે આ ઘર શાળાનું ભૂમિ પૂજન થયું અને નિર્માણ થયું આ ઘરશાળામાં ગાંધીજી બાપુ નુ રાત્રિનું રોકાણ થયું હોવાનું પણ ઐતિહાસિક રીતે જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ એક ઐતિહાસિક નગરી છે જે હાલમાં ભાંગીતૂટી અને ભૂકો થઇ રહી છે ત્યારે આ નગરીને બચાવવા માટે વિકાસની જરૂર હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે વઢવાણા ઈતિહાસીક નગરીમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેને વિકસાવવામાં અને પ્રવાસન તરીકે વિકસિત કરવામાં આવે તો વઢવાણ વર્ધમાન પૂરીનો પણ વિકાસ જરૂર થાય તેવું હાલમાં લોકોના મોઢે સાંભળવા મળે છે.


વઢવાણમાં જાહેર માર્ગ ઉપર જ ગામના પ્રવેશદ્વારે જ ગેબનસાપીર દાદા ના બેસણા છેઆ જગ્યા ઉપર પણ ગુરૂવારના રોજ અનેક લોકો પોતાની આસ્થા સાથે મનમાં અને દર્શન માટે અસંખ્ય લોકો આવતા હોય છે ત્યારે આ ઐતિહાસિક દરગાહમાં અખોજર લીમડાનું વર્ષો પુરાણો ઝાડ આવેલું છે જેની બખોલમાંથી નીકળતા ઉટાટીયા જેવા રોગ મટી શકે છે કેન્સરની ગાંઠ પણ ગોળ માંથી મટી જાય છે એવી ઐતિહાસિક દરગાહ આવેલી છે જેનાથી બે ત્રણ કિલોમીટર ચાલીને જાવ એટલે મેલડી માતાજીનું મોટું મંદિર આવેલું છે જ્યાં પણ રવિવારે મોટી માત્રામાં દર્શનાર્થીઓ લાભ લઇ રહ્યા છે.


Loading...
Advertisement