પિતાએ કોરોનાના કારણે કોલેજ જવાની ના પાડતા પુત્રીનો આપઘાત

08 April 2021 01:20 PM
Amreli Crime
  • પિતાએ કોરોનાના કારણે કોલેજ જવાની ના પાડતા પુત્રીનો આપઘાત

અમરેલીના શેડુભાર ગામનો બનાવ : ગામમાં શોક

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.8
અમરેલીનાં શેડુભાર ગામે પિતાએ કોરોનાને લઈ કોલેજ જવાની ના પાડતા પુત્રીએ આપઘાત કરી લેતા ગામમાં શોકનું મોજુ ફરી વળયું છે. અમરેલી તાલુકાના શેડુભાર ગામે રહેતી અંકીતાબેન મહેશભાઈ ખુમાણ નામની 18 વર્ષીય યુવતીને તેના પિતાએ હાલમાં કોરોના વાયરસ હોવાથી દરરોજ કોલેજ જવાની ના પાડતા તેણીના મનમાં લાગી આવતા પોતાની મેળે કોઈ ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


પાઇપ વડે હૂમલો
ધારી તાલુકાના ફાચરીયા ગામની સીમમાં રહેતાખીમજીભાઈ લખમણભાઈ ગોંડલીયા નામના 40 વર્ષીય યુવકને ઈંટોના ભઠ્ઠામાં જાડા લાકડા નાંખવા બાબતે ચિરાગભાઈ જયસુખભાઈ ડોબરીયાએ બોલાચાલી કરી ગાળો આપી હતી. જયારે વિજયભાઈ જયસુખભાઈ ડોબરીયાએ ભઠ્ઠો મૂકીને કેમ આવતો રહે છે તેમ કહી પાઈપ વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારી ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


Related News

Loading...
Advertisement