અમરેલી જિલ્લામાં પોલીસની ડ્રાઇવમાં દારૂના 96 કેસ

08 April 2021 01:19 PM
Amreli Crime
  • અમરેલી જિલ્લામાં પોલીસની ડ્રાઇવમાં દારૂના 96 કેસ

અમરેલી તા.8
અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સૂચનાથી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મંગળવારે પ્રોહીબીશન ડ્રાઈવ ગોઠવી હતી. જેમાં નશો કરવાની ટેવ ધરાવતા રપ ઈસમો, દેશી દારૂનીભઠ્ઠીઓ ચલાવતા ર4 ઈસમો તથા આથાના 9 તેમજ દેશી દારૂની હેરફેર કરતા 38 જેટલા મળી કુલ એક જ દિવસમાં 96 જેટલા કેસ નોંધી તમામ શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આગામી દિવસોમાં પોલીસ દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલ લોકો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહયું છે.


Related News

Loading...
Advertisement