બાબરા-અમરેલી માર્ગ કાર બાઇક વચ્ચે અકસ્માત : 1નું મોત : 1ને ઇજા

08 April 2021 01:18 PM
Amreli
  • બાબરા-અમરેલી માર્ગ કાર બાઇક
વચ્ચે અકસ્માત : 1નું મોત : 1ને ઇજા

વડીયાના અમરાપુરમાં ખેડૂત પર ધારીયાથી હૂમલો

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.8
બાબરા ગામે અમરેલી રોડ ઉપર આજે એક કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં મોટાભાઈની નજર સામે નાના ભાઈનું ગંભીર ઈજાથી મૃત્યુ નિપજયું હતું. જયારે મોટા ભાઈને પણ ઈજા થતાં રાજકોટ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


આ બનાવમાં ઈતરીયા ગામે રહેતા વિપુલભાઈ મોહનભાઈ ધોરણીયા તથા તેમના મોટાભાઈ બાબરાનાં અમરેલી રોડ ઉપર આવેલ જીન પાસેથી બાઈક ઉપર પસાર થતા હતા ત્યારે સામેથી આવતી કાર સામે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિપુલભાઈ ધોરણીયાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું જયારે તેમના ભાઈને ગંભીર ઈજા થવા પામી હતી.


હુમલો
વડિયા તાલુકાના અમરાપુર ગામે રહેતા અને ખેતી કરતા દર્શીલભાઈ જયસુખભાઈભીમાણી નામના ર6 વર્ષીય યુવકને તે જ ગામે રહેતા ધનજીભાઈ વલ્લભભાઈ ગેવરીયા સાથે અગાઉ મનદુ:ખ થયેલ હોય, અને કોર્ટમાં કેસ ચાલતો હોય, પણ સમાધાન થયેલ હતું. ત્યારે મંગળવારે તેમના મિત્રએ બોલાવતા સામાવાળાના ડેલી પાસે ચાલતા સામાવાળા ધનજીભાઈએ કહેલ કે ડેલી સામે શું જોવે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ધારીયા વડે ઈજા કરી હતી જયારે વિજયાબેન ધનજીભાઈ ગેવરીયાએ કુહાડાનો છુટો ઘા કરી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.


Loading...
Advertisement