વાંકાનેરમાં લોહાણા સમાજ માટે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો

08 April 2021 01:17 PM
Morbi
  • વાંકાનેરમાં લોહાણા સમાજ માટે
કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો

55 વ્યકિતઓએ લાભ લીધો

(નિલેશ ચંદારાણા) વાંકાનેર, તા. 8
વાંકાનેરમાં લોહાણા સમાજના 4પ વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો માટે દિવાનપરામાં આવેલ લોહાણા મહાજન વાડીમાં જ્ઞાતિના અગ્રણી જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ કોરોના મહામારીમાં રાહત રૂપ એવી કોવિડ-19ની રસી આપવા માટેનો કેમપ યોજાયો હતો. જેમાં 4પ વર્ષ અને તેનાથી મોટી ઉમરના પપ લોકોએ લાભ લીધો હતો.


કોરોના મહામારીની ગંભીર બીમારીએ સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખી છે. આ રોગમાંથી લોકોને બચાવવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે કોરોના બીમારીમાં રાહતરૂપ અને શરીરની રોગ પ્રતિકારક શકિતમાં ફાયદારૂપ કોરોના રસી મુકવા માટે સમગ્ર દેશમાં જોરશોરથી કાર્ય ચાલી રહ્યું છે.


આ રસી મુકાવવા રસી કેન્દ્રો ઉપર લોકોની ભારે ભીડ પણ થતી હોય છ. ત્યારે જ્ઞાતિઓ દ્વારા તેમની વાડી કે સંસ્થાઓ દ્વારા મોટી જગ્યામાં પણ વેકસીન આપવા માટેના આરોગ્ય તંત્રના પ્રયાસો સફળ રહ્યા છે અને જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ તેમના સમાજના લોકોને આ રસી સમયસર અને સરળતાથી મળે તેવા આ કાર્ય સફળ રહ્યા છે.


વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે સવારથી જ જીતુભાઇ સોમાણી, મહાજન ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, યુવક મંડળના પ્રમુખ ધર્મેશ ભીંડોરા, રઘુવંશી સોશ્યલ ગ્રુપના અમિત સેજપાલ, રાજ સોમાણી સહિતના અગ્રણીઓ અને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી બપોર સુધીમાં પપ લોકોને રસી અપાય હતી.


Loading...
Advertisement