રાજુલામાં ગત વર્ષે અધુરી રહેલી પૂ.મોરારીબાપુની કથા તા.20મીથી શરૂ : ટેસ્ટ બાદ કથામાં પ્રવેશ

08 April 2021 01:16 PM
Amreli
  • રાજુલામાં ગત વર્ષે અધુરી રહેલી પૂ.મોરારીબાપુની
કથા તા.20મીથી શરૂ : ટેસ્ટ બાદ કથામાં પ્રવેશ

કથામાં 1 મીટરના અંતરે ખુરશીની બેઠક વ્યવસ્થા : ધારાસભ્યની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં નિર્ણય

અમરેલી તા.8
રાજુલાના રામપરા ચોકડી પાસે પૂજય મોરારિબાપુની રામકથા ગત વર્ષે કોરોનાનીમહામારીને કારણે કથાને વિરામ આપવામાં આવ્યો હતો. અને 6 દિવસની રામકથા ફરી ર0 એપ્રિલના રોજ રામકથા શરૂ થવા જઈ રહી છે. ત્યારે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કથા બાબતે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે મોરારિબાપુની અધૂરી કથા હવે પૂર્ણ થશે. અને તારીખ ર0 એપ્રિલથી રપ એપ્રિલ સુધી રામકથા યોજવામાં આવશે. આ રામ કથાનું આયોજન રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ (નિ:શૂલ્ક) હોસ્પિટલ તેમજ કથાનું આયોજન વૃંદાવન બાગ રામપરા અને મિટીંગમાં રાજુલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા. આવતી ર0 એપ્રિલના રોજ રામકથા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કથા યોજવા માટેની જાહેરાત કરાઈ હતી. અને આ કથામાં સરકારની ગાઈડ લાઈન મુજબ રામકથા શરૂ થશે અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે, માસ્ક પહેરી, સેનેટાઈઝરનો ઉપયોગ કરી અને માત્ર ખુરશી ઉપર બેઠક વ્યવસ્થા અને એક મીટરની જગ્યા રાખીને ખુરશી પર બેસવામાં આવશે. સાથે સાથે વેકિસન કેમ્પ પણ સતત ચાલુ રહેશે અને કથા સ્થળે રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. બાદ કથામાં પ્રવેશ આપવા સુધીની તૈયારીઓ ધારાસભ્ય અંબરીશ ડેર તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયારીઓ કરવામાંઆવી રહી છે.


Loading...
Advertisement